Ahmedabad: બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિના સમાચાર નહીં-Video

Ahmedabad: બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિના સમાચાર નહીં-Video

| Updated on: Nov 08, 2026 | 1:48 PM

વળા-બગોદરા હાઈવે પર આવેલી ખાનગી ઓઈલ મિલમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. કલ્યાણગઢ નજીક આવેલી તીવાના ઓઈલ મિલમાં વહેલી સવારે 4 વાગ્યે આગ લાગી હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.

અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર આવેલી ખાનગી ઓઈલ મિલમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. કલ્યાણગઢ ગામ નજીક આવેલી તીવાના ઓઈલ મિલમાં સવારે આશરે 4 વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

ઘટનાની જાણ થતાં ધોળકા નગરપાલિકા, બાવળા અને સાણંદ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગની ગંભીરતાને જોતા અમદાવાદથી વધુ બે ફાયર ફાઈટરની ગાડીઓ પણ બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. બીજી તરફ, બગોદરા પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

એક સમયે નક્સલનો સૌથી મોટો ગઢ રહેલા બસ્તરમાં જવાનો વચ્ચે દિવાળી મનાવવા પહોંચ્યા PM મોદી, શહીદોની શહાદતને કર્યા વંદન

Follow Us
Loading...
Unable to load recommendations.