Ahmedabad: ગાંધીનગરની જેમ હવે કાલુપુર રેલવે સ્ટેશનનો થશે કાયાકલ્પ, કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ પ્રોજેક્ટ અંગે મુખ્યમંત્રી સાથે કરશે ચર્ચા

Ahmedabad: અમદાવાદમાં પણ હવે ગાંધીનગર જેવુ જ રેલવે સ્ટેશન બનાવવા વિચારણા ચાલી રહી છે. આવતીકાલે કેન્દ્રીય રેલવે મંત્રી પણ ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેઓ પણ કાલુપુર રેલવે સ્ટેશનના કાયાકલ્પ પ્રોજેક્ટ અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2022 | 6:08 PM

છેલ્લા ઘણા સમયથી અમદાવાદ (Ahmedabad)માં પણ ગાંધીનગર જેવુ જ રેલવે સ્ટેશન બનાવવાની વિચારણા હાથ ચાલી રહી છે. હોટેલ સાથે નવુ રેલવે સ્ટેશન બનાવવા વિચારણા ચાલી રહી છે. જેમા રેલવે ટ્રેક તેમજ હોટેલ સહિતની સુવિધા કાલુપુર રેલવે સ્ટેશન (Kalupur Railway Station) પર બનાવવાની વિચારણા છે. કેન્દ્ર સરકારે બજેટમાં રેલવે સ્ટેશન માટે 2000 કરોડથી વધુની ફાળવણી કરી છે. આ પ્રોજેક્ટ હાલ વિચારણા હેઠળ છે. આવતીકાલે કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ગુજરાત આવી રહ્યા છે. ત્યારે તેઓ કાલુપુર રેલવે સ્ટેશનની પણ મુલાકાત લેશે.

આ ઉપરાંત સાબરમતી બુલેટે ટ્રેન સ્ટેશનની પણ મુલાકાત લેવાના છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરશે. આ બેઠકમાં કાલુપુર રેલવે સ્ટેશન, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને આગામી સમયગાળામાં PM મોદી(PM Modi)ના ગુજરાત પ્રવાસ મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

અશ્વિની વૈષ્ણવની ગુજરાત મુલાકાત દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશન પ્રોજેક્ટ અંગે થશે ચર્ચા

આવતીકાલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે છે ત્યારે કાલુપુર રેલવે સ્ટેશનના કાયાપલટ માટેના પ્રોજેક્ટ અંગે ચર્ચા થઈ શકે તેમ છે. અશ્વિની વૈષ્ણવની  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્વપૂર્ણ બેઠક થવાની છે. જેમા ગાંધીનગરમાં જે પ્રકારનું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યુ છે, આ રેલવે સ્ટેશન પર જે રીતે હોટેલ કોન્સેપ્ટ છે એ પ્રકારની વિચારણા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન માટે પણ થઈ રહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા 2000 કરોડથી પણ વધારેની બજેટમાં ફાળવણી કરવામાં આવી છે. આવતીકાલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે આ અંગે મુખ્યમંત્રીની મહત્વપૂર્ણ બેઠક થવાની છે. અત્યાર સુધીમાં એકમાત્ર એવી હોટેલ ગાંધીનગર રેલવે સ્ટેશન પર બનાવવામાં આવી છે તેને પાયલોટ પ્રોજેક્ટ બનાવી અલગ અલગ રાજ્યોમાં પણ આ જ પ્રકારનો પ્રોજેક્ટ શરૂ કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે.

ઈનપુટ ક્રેડિટ- કિંજલ મિશ્રા- ગાંધીનગર

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">