Ahmedabad Breaking News: સ્વાતિ ગ્રુપ સહિત 40 સ્થળ પર ITના દરોડા, કરોડોના બિનહિસાબી વ્યવહાર ઝડપાયા, જુઓ Video

|

Sep 26, 2023 | 3:40 PM

બિનહિસાબી વ્યવહાર પકડાતા સ્વાતિ ગ્રુપના સાકેત અગ્રવાલ અને અશોક અગ્રવાલ સામે કાર્યવાહી હાથ ધરી છે. IT વિભાગે સ્વાતિ બિલ્ડકોન સહિત સ્વાતિ કન્સ્ટ્રક્શન, સ્વાતિ રિયલ્ટી, સ્વાતિ ગ્રુપ, સ્વાતિ સંધ્યા પ્રોકોન અને LLP કંપનીમાં તપાસ હાથ ધરી છે. સ્વાતિ ગ્રુપે છેલ્લા 5 વર્ષમાં જે પણ વ્યવહારો કર્યા તેનો ખુલાસો કરાશે.

Ahmedabad : અમદાવાદમાં સ્વાતિ ગ્રુપ સહિત 40 સ્થળો પર IT વિભાગે દરોડા (IT Raids) પાડીને કાર્યવાહી હાથ ધરી છે. IT વિભાગે સ્વાતિ બિલ્ડકોનમાં 250 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપી પાડ્યા છે તેમજ કરોડો રૂપિયા અને ઝવેરાત પણ સીલ કરી છે. વધુમાં ડિજિટલ ડેટા, ડાયરી અને ચિઠ્ઠીઓ સહિત 10 લોકર્સ પણ સીલ કરી દેવાયા છે. ઓપરેશનમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતના 100થી વધુ અધિકારી જોડાયા છે.

આ પણ વાંચો Ahmedabad : કાળા ડીબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ, શહેરમાં છવાયો વરસાદી માહોલ, જુઓ Video

બિનહિસાબી વ્યવહાર પકડાતા સ્વાતિ ગ્રુપના સાકેત અગ્રવાલ અને અશોક અગ્રવાલ સામે કાર્યવાહી હાથ ધરી છે. IT વિભાગે સ્વાતિ બિલ્ડકોન સહિત સ્વાતિ કન્સ્ટ્રક્શન, સ્વાતિ રિયલ્ટી, સ્વાતિ ગ્રુપ, સ્વાતિ સંધ્યા પ્રોકોન અને LLP કંપનીમાં તપાસ હાથ ધરી છે. સ્વાતિ ગ્રુપે છેલ્લા 5 વર્ષમાં જે પણ વ્યવહારો કર્યા તેનો ખુલાસો કરાશે. તો, IT વિભાગ કેમિકલ વેપારીઓ તેમજ અન્ય સંકળાયેલા વ્યક્તિઓ અને મળતિયાઓ અંગે પણ માહિતી મેળવી રહ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video