Ahmedabad Video : ઇસ્કોન અકસ્માત કેસમાં પ્રજ્ઞેશ પટેલના જામીન અંગે આજે થશે નિર્ણય, અમદાવાદ ગ્રામ્ય કોર્ટ આપી શકે છે ચુકાદો

Ahmedabad Video : ઇસ્કોન અકસ્માત કેસમાં પ્રજ્ઞેશ પટેલના જામીન અંગે આજે થશે નિર્ણય, અમદાવાદ ગ્રામ્ય કોર્ટ આપી શકે છે ચુકાદો

| Edited By: | Updated on: Aug 09, 2023 | 12:55 PM

અમદાવાદ ગ્રામ્ય કોર્ટ પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર ચુકાદો આપે તેવી શક્યતા છે. ગત સુનાવણીમાં કોર્ટમાં બંને પક્ષો તરફથી ધારદાર દલીલો કરવામાં આવી હતી. જેમાં પ્રજ્ઞેશ પટેલના વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, એક પિતા તરીકે પુત્રને બચાવવાની તેમની ફરજ હતી.

Ahmedabad : અમદાવાદના ઇસ્કોન અકસ્માત (ISKCON bridge accident) કેસમાં આજે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલના (Pregnesh Patel) જામીન અંગે ચુકાદો આવી શકે છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટ પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર ચુકાદો આપે તેવી શક્યતા છે. ગત સુનાવણીમાં કોર્ટમાં બંને પક્ષો તરફથી ધારદાર દલીલો કરવામાં આવી હતી. જેમાં પ્રજ્ઞેશ પટેલના વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, એક પિતા તરીકે પુત્રને બચાવવાની તેમની ફરજ હતી. આથી તેઓએ માત્ર પોતાના પુત્રને બચાવવા માટેના જ પગલાં ભર્યા હતા. આથી પ્રજ્ઞેશ પટેલ પર લાગુ કરવામાં આવેલી અમુક કલમો આ કેસમાં લાગુ પડતી જ નથી.

આ પણ વાંચો-World Tribal Day : ગુજરાતમાં તાપી, નવસારી, બનાસકાંઠા સહિતના સ્થળે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, જાણો શું છે તેનું મહત્વ

બીજી તરફ સરકારી વકીલે પોતાની દલીલમાં જણાવ્યું કે, જો પ્રજ્ઞેશ પટેલને જામીન આપવામાં આવશે તો સાક્ષીઓને નુક્સાનની શક્યતા છે. ઘટનાસ્થળે 9 લોકોના મૃતદેહ પડ્યા હતી. તેઓ કોઈની માફી માગવાના બદલે પોતાના પુત્રને લઈને ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. સરકારી વકીલે પ્રજ્ઞેશનો ગુનાહિત ઈતિહાસ પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. જેમાં તેમના વિરુદ્ધ વેજલપુર અને રાણીપમાં 1-1, સોલામાં 3, મહેસાણામાં 1 અને મહિલા પોલીસ મથકે 2 ગુના નોંધાયા હોવાનું જણાવ્યું હતું.

ગત 19 જુલાઈના રોજ તથ્ય પટેલે પોતાની જગુઆર કાર વડે ઇસ્કોન બ્રિજ પર 9 લોકોને કચડી માર્યા હતા. જે બાદ લોકોના ટોળાએ તથ્ય પટેલને મેથીપાક ચખાડ્યો હતો. આ સમયે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ આવી ચડ્યા હતા અને રિવોલ્વર વડે લોકોને ધમકી આપીને પોતાના પુત્રને છોડાવીને લઈ ગયા હતા. આથી પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલ તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ બન્ને સાબરમતી જેલમાં છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો