અમદાવાદમાં હોટેલના ભાવમાં 20% નો ‘જંગી વધારો’, દિવાળી અને લગ્નસરા પહેલાં જ બુકિંગ મોંઘા થયા – જુઓ Video

અમદાવાદમાં હોટેલના ભાવમાં 20% નો ‘જંગી વધારો’, દિવાળી અને લગ્નસરા પહેલાં જ બુકિંગ મોંઘા થયા – જુઓ Video

| Updated on: Oct 24, 2026 | 7:45 PM

અમદાવાદમાં તહેવારો અને લગ્નની સિઝનને પગલે હોટેલના ભાવમાં લગભગ 20%નો વધારો નોંધાયો છે. દિવાળી અને ત્યારબાદના કાર્યક્રમો માટે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ તેમજ લગ્નની માંગને કારણે બુકિંગમાં ઉછાળો જોવા મળ્યો છે. હોટેલ સંચાલકો ગ્રાહકોની સુરક્ષા અને સ્વચ્છતા પર વિશેષ ભાર આપી રહ્યા છે.

અમદાવાદમાં આગામી દિવાળી અને લગ્નની સિઝનને ધ્યાનમાં રાખીને હોટેલના ભાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નવરાત્રીનો તહેવાર પૂરો થતાં જ દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે શહેરની હોટેલોમાં બુકિંગની માંગમાં મોટો ઉછાળો નોંધાયો છે. દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ દિવાળીનો તહેવાર ઉજવવા અને ત્યારબાદ યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા અમદાવાદ આવતા હોય છે.

આ વર્ષે દિવાળી બાદ શરૂ થનારી લગ્નસરાની સિઝનને કારણે પણ હોટેલોમાં અત્યારથી જ બુકિંગ વધી રહ્યા છે. આ વધતી માંગને કારણે હોટેલ સંચાલકોએ ભાડામાં લગભગ 20%નો વધારો કર્યો છે. ખાસ કરીને હાઇવે પર આવેલી હોટેલોમાં વધુ માંગ જોવા મળી રહી છે.

નવરાત્રી દરમિયાન પણ હોટેલની માંગમાં 15% અને ભાડામાં 5%નો વધારો થયો હતો. હોટેલ સંચાલકો ગ્રાહકોની સુરક્ષા, સ્વચ્છતા અને શુદ્ધ ભોજન પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે, જેથી શ્રેષ્ઠ હોસ્પિટાલિટી પૂરી પાડી શકાય. દિવાળીમાં હોટેલ રૂમ રેટ્સમાં હજુ વધુ વધારો થવાની શક્યતા છે.

Breaking News : રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ, પનીર અને ઘીના નમૂના પણ ફેલ

Follow Us
Loading...
Unable to load recommendations.