Ahmedabad : અમિત શાહના હસ્તે ડેરીની અત્યાધુનિક ઓર્ગેનિક ટેસ્ટિંગ લેબોરેટરીનું લોકાર્પણ, શું છે વિશેષતા જુઓ Video

|

May 21, 2023 | 6:08 PM

અમદાવાદમાં અમૂલની દેશની સૌ પ્રથમ અત્યાધુનિક ઓર્ગેનિક લેબનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઉદ્ધાટન કર્યું છે. અનાજ, શાકભાજી કે ફળનું પરીક્ષણ થશે. જેથી તેમાં રહેલા હેવી મેટલ, પેસ્ટીસાઈડની જાણકારી મળશે

અમદાવાદમાં અમૂલની સૌ પ્રથમ ઓર્ગેનિક લેબનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઉદ્ઘાટન કર્યું. અમિત શાહના હસ્તે ડેરીની અત્યાધુનિક ઓર્ગેનિક ટેસ્ટિંગ લેબોરેટરીનું લોકાર્પણ થયું છે. મહત્વનુ છે કે આ 10 કરોડના ખર્ચે તૈયાર થયેલી ઓર્ગેનિક લેબમાં હાઈટેક સાધનો ઉપલબ્ધ કરાવાયા છે. જે મશીનરી દ્વારા કોઈ પણ અનાજ, શાકભાજી કે ફળનું પરીક્ષણ કરતા તેમાં રહેલા હેવી મેટલ, ટોક્સિન કે પેસ્ટીસાઈડ કેટલા છે તેની જાણકારી મેળવી શકાશે.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, નવી 320 એસટી બસોનું લોકાર્પણ કરશે

આ અત્યાધુનિક મશીન દ્વારા એન્ટિબાયોટિક એનાલિસિસ પણ ઓર્ગેનિક લેબમાં થઈ શકશે. અમદાવાદમાં તૈયાર થયેલી અદ્યતન લેબ થકી પ્રાકૃતિક ખેતીના યોગ્ય અને વૈજ્ઞાનિક માપદંડની જાણકારી મળી રહેશે. આ લેબોરેટરીના ટેસ્ટિંગમાં જાણી શકાશે કે જે તે ખાદ્ય સામગ્રીના કારણે કેન્સર કે અન્ય બીમારીનો કેટલો ખતરો રહેલો છે. મહત્વનુ છે કે પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં મશીનના આ ફાયદા આગામી સમયમાં ગુજરાતનાં લોકો માટે ખૂબ અસરકાર સાબિત થાય તેમ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video