Ahmedabad : એસ.પી. રિંગરોડ પર માલધારી આગેવાનોએ પ્રદર્શન કર્યું, રખડતા પશુ અંગેના નવા ખરડાનો વિરોધ કર્યો

|

Mar 30, 2022 | 5:04 PM

ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ નિવારવા માટે રાજ્ય સરકાર વિધાનસભા ગૃહમાં એક બિલ રજૂ કરશે. ગુજરાત હાઈકોર્ટની આકરી ફટકાર બાદ શહેરી વિકાસ વિભાગે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. જેમાં શહેરી વિસ્તારમાં પશુઓ રાખતા પશુપાલકો માટે કાયદામાં કડક જોગવાઈઓ કરવામાં આવી છે

અમદાવાદના(Ahmedabad) એસ.પી. રિંગરોડ પર માલધારી(Herdsmen) આગેવાનોએ પ્રદર્શન કર્યું. જેમાં રસ્તા પર રખડતા પશુઓને લઈ (Stray Cattle) આવનારા ખરડાનો વિરોધ કર્યો હતો. માલધારી આગેવાનોએ કહ્યું કે વિકાસ સામે અમને કોઈ વાંધો નથી. માલધારી વસાહત બનાવીને પૂરતા ગૌચર ફાળવે તો પશુધન રસ્તા પર નહીં આવે. આ ખરડાના વિરોધમાં માલધારી સમાજના ધર્મગુરૂ અને આગેવાનો સાથે ચર્ચા બાદ આગામી વિધાનસભા ચૂંટણીમાં સરકારને પાઠ ભણાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં બુધવારે માલધારી સમાજના આગેવાનો જિલ્લા-તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપીને કાયદો ન લાવવાની રજૂઆત કરશે. જો સરકાર નહીં માને તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. માલધારી આગેવાનોએ ગૌચરની જમીન અને પશુ હોસ્ટેલ બનાવવા જમીન ફાળવવા પણ માગણી કરી છે

પશુપાલકોએ મંજૂરીથી રાખેલા તમામ પશુઓને ટેગ લગાવવાના રહેશે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ નિવારવા માટે રાજ્ય સરકાર વિધાનસભા ગૃહમાં એક બિલ રજૂ કરશે. ગુજરાત હાઈકોર્ટની આકરી ફટકાર બાદ શહેરી વિકાસ વિભાગે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. જેમાં શહેરી વિસ્તારમાં પશુઓ રાખતા પશુપાલકો માટે કાયદામાં કડક જોગવાઈઓ કરવામાં આવી છે.જે અંતર્ગત હવેથી શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા પશુપાલકે લાઈસન્સ લેવું પડશે. નવો કાયદો અમલી બન્યાના 90 દિવસમાં પશુપાલકે લાઈસન્સ લેવું ફરજિયાત છે. પશુપાલકોએ મંજૂરીથી રાખેલા તમામ પશુઓને ટેગ લગાવવાના રહેશે.પશુ પાલકોએ લાઈસન્સ લીધાના 15 દિવસમાં જ ઢોરને ટેગ લગાવવા પડશે.જો ટેગ લગાયેલા પશુ રખડતા પકડાશે તો માલિક સામે ફોજદારી ગુનો નોંધાશે. આ માટે શહેરોના સ્થાનિક સત્તામંડળ લાઈસન્સ ઈન્સપેક્ટર નિમશે. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં નિયત કરાયેલા સ્થળો સિવાય ઘાસનું વેચાણ થઈ શકશે નહીં

આ પણ વાંચો :  સુરત ઉધના રેલવે સ્ટેશન પર ગર્ભવતી મહિલાની હત્યા બીજા કોઈ નહિ પણ તેના ભણેજે જ કરી હોવાનો ખુલાસો થયો, શું હતું હત્યાનું કારણ?

આ પણ વાંચો :  Vadodara મહાનગરપાલિકાના મ્યુનિસિપલ બોન્ડ- 2022નું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટીંગ

Published On - 4:57 pm, Wed, 30 March 22

Next Video