અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ

અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ

| Edited By: | Updated on: Jun 30, 2024 | 5:52 PM

અમદાવાદના ન્યૂ ડેવલપ શેલા વિસ્તારમાં મસમોટો ભૂવાએ અમદાવાદ મનપાની પોલ ખોલી નાખી છે. આ ભૂવો પડ્યો તે સમયના લાઈવ વિઝ્યુલ સામે આવ્યા છે. વિઝ્યુલમાં જોઈ શકાય છે કે ભૂવો એટલો મોટો છે કે એકસાથે બે ગાડી સમાઈ જાય. ભારે વરસાદમાં જમીન બેસી જતા ભૂવો પડ્યો છે. મસમોટો ભૂવો પડતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે.

અમદાવાદમાં વરસાદ જાણે આફતનો વરસાદ બનીને વરસ્યો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા છે. ધોધમાર વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. અમદાવાદના ન્યૂ ડેવલપ શેલા વિસ્તારમાં મસમોટો ભૂવાએ અમદાવાદ મનપાની પોલ ખોલી નાખી છે. આ ભૂવો પડ્યો તે સમયના લાઈવ વિઝ્યુલ સામે આવ્યા છે.

વિઝ્યુલમાં જોઈ શકાય છે કે ભૂવો એટલો મોટો છે કે એકસાથે બે ગાડી સમાઈ જાય. ભારે વરસાદમાં જમીન બેસી જતા ભૂવો પડ્યો છે. મસમોટો ભૂવો પડતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. તો અમદાવાદના પ્રસિદ્ધ બોપલ વિસ્તારમાં ગટરો ઉભરાઈ ગઈ હતી. એક તો વરસાદી પાણી અને ઉપરથી ગટરના ગંદા પાણી ઉભરાતા લોકો હાલાકીમાં મુકાયા હતા.