Ahmedabad: ઉનાળાની શરૂઆતમાં જ હીટવેવની આગાહીને પગલે આરોગ્ય વિભાગ સતર્ક, સોલા સિવિલમાં શરૂ કરાશે સ્પેશિયલ વોર્ડ

Ahmedabad: ઉનાળાની શરૂઆતમાં જ હીટવેવની આગાહીને પગલે આરોગ્ય વિભાગ સતર્ક, સોલા સિવિલમાં શરૂ કરાશે સ્પેશિયલ વોર્ડ

| Edited By: | Updated on: Feb 26, 2023 | 9:25 AM

હીટવેવની શક્યતાને પગલે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવશે. ઈમરજન્સી વિભાગમાં શરૂ થનારા આ વોર્ડમાં પ્રારંભિક તબક્કામાં 15 બેડની સુવિધા રહેશે.

હવામાન વિભાગ દ્વારા ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યમાં હિટવેવની આગાહી કરાઈ છે, ત્યારે ગરમીને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યુ છે. હિટવેવની શક્યતાને પગલે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવશે. માર્ચ મહિનાથી સોલા સિવિલમાં હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ થશે.

ઈમરજન્સી વિભાગમાં શરૂ થનારા આ વોર્ડમાં પ્રારંભિક તબક્કામાં 15 બેડની સુવિધા રહેશે. મહત્વનું છે કે ગરમીના કારણે લૂ તેમજ ઝાડા-ઉલ્ટી સહિતના કેસમાં સતત વધારો થતો હોય છે. જેથી આ વોર્ડમાં આવા દર્દીઓને સ્પેશિયલ સારવાર મળી રહેશે.

રાજ્યના તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં વધારો થશે. રાજ્યના વિવિધ શહેરોમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધશે અને તેના કારણે ગરમીમાં વધારો થશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીનલાલના જણાવ્યા પ્રમાણે ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાવાને કારણે તાપમાનમાં ફેરફાર થશે. સાથે સાથે 27 ફ્રેબુઆરી બાદ વેર્સ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ફરીથી રાજ્યનું તાપમાન નીચું જશે. દરમિયાન આજે વિવિધ શહેરોમાં તાપમાન 33 ડિગ્રીથી ઉપર રહેવાની શકયતા છે.

Published on: Feb 26, 2023 09:11 AM