Ahmedabad : હવેલી પોલીસે ગેરકાયદે રખાયેલી કફ સીરપની 161 બોટલ કબજે કરી, આરોપીની શોધખોળ શરૂ

| Edited By: | Updated on: Jul 05, 2022 | 11:53 PM

અમદાવાદમાં(Ahmedabad) જમાલપુરમાં સોદાગરની પોળ ખાતે રહેતા ફૈઝાન ઉર્ફે બાબુ કાળિયો તેના ઘર પાસે બિન અધિકૃત રીતે કફ સીરપનો જથ્થો રાખીને ગેર કાયદે વેચાણ કરે છે. જેના આધારે રેડ કરતા પોલીસને લોખંડની સીડી નીચે છુપાયેલ 161 નંગ કફ સીરપનો જથ્થો મળી આવ્યો હતો

અમદાવાદ(Ahmedabad) ગાયકવાડ હવેલી પોલીસ(Police)દ્વારા ગેરકાયદે કફ સીરપની(Cough Syrup)161 બોટલ કબ્જે કરીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે મોટી સોદાગરની પોળ ખાતે રહેતા ફૈઝાન ઉર્ફે બાબુ કાળિયો તેના ઘર પાસે બિન અધિકૃત રીતે કફ સીરપનો જથ્થો રાખીને ગેર કાયદે વેચાણ કરે છે. જેના આધારે રેડ કરતા પોલીસને લોખંડની સીડી નીચે છુપાયેલ 161 નંગ કફ સીરપનો જથ્થો મળી આવ્યો હતો. જો કે તપાસ દરમિયાન આરોપી મળી આવ્યો ના હતો પરંતુ હાલમાં પોલીસે ગુનો દાખલ કરીને કફ સીરપનો જથ્થો કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી છે.

જમાલપુર, કારંજ અને કાલુપુર જેવા વિસ્તાર નશાના હબ

જમાલપુર, કારંજ અને કાલુપુર જેવા વિસ્તાર નશાના હબ બની ગયા છે. જેમાં ખાસ કરીને કફ સિરપ અને સોલ્યુશન ટ્યૂબ સહિતના અનેક નશાઓ સામેલ છે..કાલુપુર વિસ્તારમાં સોલ્યુશનની ટ્યૂબો લઈને શહેરના અલગ અલગ વિસ્તારમાં બાળકો દ્વારા વેચાતી હોય તેવું પોલીસ તપાસમાં બહાર આવી ચૂક્યું છે. ત્યારે કફ સિરપ પણ એટલું જ દુષણ છે.