GTUના વિદ્યાર્થીઓની પરીક્ષા આપવા ઓફલાઈન અને ઓનલાઈન બંને વિકલ્પ આપવા માગ, સોશિયલ મીડિયામાં કરી રજૂઆત

| Edited By: | Updated on: Feb 06, 2022 | 7:22 AM

અમદાવાદમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં આગામી 15 ફેબ્રુઆરીથી ઓફલાઇન પરીક્ષાઓ શરુ થવાની છે. GTU દ્વારા આ વખતે પરીક્ષા ઓનલાઇન આપી શકાય તેવો કોઇ વિકલ્પ આપવામાં નથી આવ્યો.

અમદાવાદ (Ahmedabad)માં કોરોનાના કેસ (Corona case)માં ઘટાડો તો નોંધાયો છે. જો કે મૃત્યુઆંક તો હજુ પણ નોંધાઈ રહ્યા છે. અમદાવાદ પર કોરોનાનું સંકટ હજુ પણ ઘેરાયેલુ છે, ત્યારે અમદાવાદમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(Gujarat Technological University)ના વિદ્યાર્થીઓ દ્વારા ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રકારથી પરીક્ષા લેવામાં આવે તેવી રજૂઆત કરી છે.

સોશિયલ મીડિયામાં વિદ્યાર્થીઓની રજૂઆત

અમદાવાદમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં આગામી 15 ફેબ્રુઆરીથી ઓફલાઈન પરીક્ષાઓ શરુ થવાની છે. GTU દ્વારા આ વખતે પરીક્ષા ઓનલાઈન આપી શકાય તેવો કોઈ વિકલ્પ આપવામાં નથી આવ્યો. એક તરફ અમદાવાદમાં કોરોનાના કેસ હજુ પણ નોંધાઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ પરીક્ષામાં મોટી સંખ્યામાં એકઠા થાય તો સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. જેથી GTUના વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆત કરી છે કે GTU દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાનો વિકલ્પ હોવો જોઈએ.

પરીક્ષા માટે બંને વિકલ્પ આપવા માગ

GTUના રજિસ્ટ્રાર દ્વારા ફક્ત ઓફલાઈન પરીક્ષા જ લેવાશે તેમ જણાવવામાં આવ્યુ છે. જેથી ફાર્મસી સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓ દ્વારા 15 ફેબ્રુઆરીની પરીક્ષા માટે બે વિકલ્પની માગ કરાઈ છે. તેમની રજૂઆત છે કે કોરોનાકાળમાં વિદ્યાર્થીઓને પરીક્ષા કેવી રીતે આપવી તેનો વિકલ્પ મળવો જોઈએ.

 

આ પણ વાંચો- કિશન ભરવાડ હત્યા કેસ : કટ્ટરપંથી અને આતંકવાદ કનેક્શન સહિત વિવિધ મુદ્દે ATSએ શબ્બીર, ઈમ્તિયાઝ અને મૌલાના ઐયુબના રિમાન્ડ માગ્યા

આ પણ વાંચો- Ahmedabad : સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના દાણીલીમડાના કોર્પોરેટર જમના વેગડા નવા વિવાદમાં સપડાયા