અમદાવાદ (Ahmedabad)ના વસ્ત્રાલમાં રહેલી એક 23 વર્ષની યુવતીએ નેશનલ પાવર લિફ્ટિંગ (Power lifting) ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. દેશભરમાંથી આવેલા ખેલાડીઓ સુરત (Surat)માં પોતાની તાકાતનો પરિચય આપ્યો. પરંતુ અમદાવાદની આ યુવતીએ મેદાનમાં ઉતરી તમામ ખેલાડીઓને પછડાટ આપી ગોલ્ડ પર નિશાન સાધ્યું છે. નેશનલ ચેમ્પિયનશીપ જીતી ગોલ્ડન ગર્લ શિવાનીએ ગુજરાતનું ગૌરવ વધારી દીધુ છે.
કહેવાય છે કે અડગ મનના માનવી ધારે તે કરી શકે છે. આ કહેવત ચરીતાર્થ કરી છે શિવાની શુક્લાએ. અમદાવાદના વસ્ત્રાલમાં રહેતી શિવાનીએ સુરત ખાતે આયોજીત નેશનલ લેવલની પાવર લિફ્ટીંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તેણે દેશભરની ખેલાડીઓને પછાડ્યા બાદ ગોલ્ડ મેડલ જીતી લીધો છે. આ ચેમ્પિયનશીપમાં દેશભરના 350થી વધુ યુવતી અને યુવકોએ ભાગ લીધો હતો. જેમાં વેઇટ લિફ્ટીંગ સ્પર્ધામાં 120 કિલો ડેડ લિફ્ટમાં ગોલ્ડ મેડલ જીતીને શિવાનીએ એ સાબિત કરી દીધું કે દીકરી પણ પરિવારને ગૌરવ અપાવી શકે છે.
કહેવાય છે કે દરેક ખેલાડી પાછળ તેના ગુરૂની મહેનત પણ રહેલી હોય છે. ત્યારે શિવાની શુકલાની કોચ પુજા સિંહે સતત શિવાનીને આ સ્પર્ધા માટે તૈયાર કરી હતી અને કડક પરિશ્રમનું જ આ પરિણામ છે કે શિવાની આજે ગોલ્ડન ગર્લ બનીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-
Published On - 6:49 am, Wed, 30 March 22