Breaking News : ચાંદીના વરખના નામે એલ્યુમિનિયમ? અમદાવાદમાં દુકાન પર AMCના દરોડા
અમદાવાદમાં દિવાળીના તહેવારો પૂર્વે AMCના ફૂડ વિભાગે કાલુપુરના એચ.એમ. વરખવાલાની દુકાન પર દરોડા પાડી 170 પેકેટ અખાદ્ય ચાંદીનું વરખ જપ્ત કર્યું છે.
અમદાવાદમાં દિવાળીના તહેવારો નજીક આવતા જ AMCના ફૂડ વિભાગે ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અટકાવવા કડક કાર્યવાહી હાથ ધરી છે. કાલુપુર વિસ્તારમાં આવેલા જૂના ઓક્ટ્રોય નાકા પાસેની એચ.એમ. વરખવાલા નામની દુકાન પર દરોડા પાડીને મોટા પ્રમાણમાં અખાદ્ય ચાંદીનું વરખ જપ્ત કરવામાં આવ્યું છે.
AMCની ટીમે ગુપ્ત રીતે ડમી ગ્રાહક મોકલીને દુકાનની તપાસ કરી હતી. આ તપાસમાં 170 પેકેટ અખાદ્ય ચાંદીના વરખ મળી આવ્યા હતા, જે મીઠાઈઓ પર ડેકોરેશન માટે ઉપયોગમાં લેવાતું હોવાની આશંકા છે. પ્રાથમિક તપાસમાં આ વરખ એલ્યુમિનિયમનું હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગે વરખના સેમ્પલ લીધા છે અને દુકાનને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. દુકાન માલિકે આ વરખ માત્ર ડેકોરેશન માટે હોવાનો દાવો કર્યો છે, પરંતુ AMC દ્વારા વધુ તપાસ ચાલુ છે.
ભારતની પહેલી બુલેટ ટ્રેનમાં 16 કોચ, મફત વાઇ-ફાઇ અને અન્ય સુવિધાઓ હશે, જુઓ Video
