Ahmedabad: ચંડોળા તળાવમાં ગંદકીના ઢગ, તળાવમાં લીલ અને મચ્છરોનું સામ્રાજ્ય વધતા બીમારીઓ ફેલાવાનો ખતરો વધ્યો

| Edited By: | Updated on: Feb 14, 2022 | 8:37 AM

અમદાવાદ મ્યુનિસિપાલિટીના બજેટમાં શહેરના પ્રવેશ માર્ગોના સૌંદર્યીકરણ માટે ૩ કરોડની જોગવાઇ કરાઇ છે. આ બાબત અગાઉના બજેટમાં પણ કરાઇ હતી. પરંતુ આજદીન સુધી તે કામ થયા નથી.

અમદાવાદ (Ahmedabad)માં સ્વચ્છતા અને વિકાસના નામે કરોડો રૂપિયા વપરાય છે. ત્યારે અમદાવાદમાં ઓળખ સમાન જૂના અને સૌથી મોટા ચંડોળા તળાવ (Chandola Lake)ની પરિસ્થિતિ કંઈક જુદી છે. તંત્રની બેદરકારીના કારણે ચંડોળા તળાવમાં ગંદકીના થર ( Filthy lake ) જોવા મળે છે. દર વખતે અમદાવાદ મ્યુનિસિપાલિટીના બજેટમાં તેની સ્વસ્છતા અને સાચવણી માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવાય છે. જો કે તળાવમાં ગંદકી ક્યારેય દુર થયેલી જોવા મળતી નથી.

અમદાવાદમાં આવેલુ ચંડોળા તળાવ અમદાવાદની ઓળખ છે. તળાવમાં પાણી પ્રવેશવાના રસ્તે મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો જામી ગયો છે. આ ઉપરાંત આખા તળાવમાં લીલી વનસ્પતિઓ ઉભી થતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો. જેના કારણે આસપાસના વિસ્તારોમાં બીમારીનો ફેલાવો થવાનો લોકોને ડર છે. તંત્ર પણ આંખ આડા કાન કરતું હોય તેમ આ તળાવમાં કોઈ પણ સ્વચ્છતા કાર્યો કરવામાં ન આવતા આ વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

અમદાવાદ મ્યુનિસિપાલિટીના બજેટમાં શહેરના પ્રવેશ માર્ગોના સૌંદર્યીકરણ માટે ૩ કરોડની જોગવાઇ કરાઇ છે. આ બાબત અગાઉના બજેટમાં પણ કરાઇ હતી. પરંતુ આજદીન સુધી તે કામ થયા નથી. ગામ તળાવના વિકાસ માટે પણ અગાઉના બજેટમાં જોગવાઇઓ હતી પરંતુ નવાઇની વાત એ છે કે પૂર્વ અમદાવાદમાં મોટાભાગના તળાવોનો વિકાસ કરાયો નથી. ચંડોળા તળાવના વિકાસ માટે દર બજેટમાં જોગવાઇઓ કરાય છે, કરોડો રૂપિયા ફાળવાય છે, આ વખતે પણ ૩ કરોડ ફાળવાય છે પરંતુ ચંડોળા તળાવની દશા બદલાઇ નથી.

આ પણ વાંચો-

ગુજરાત સરકાર દ્વારા શહીદોને એક કરોડનું વળતર આપવાની માંગ, સહી ઝુંબેશ શરૂ કરાઇ

આ પણ વાંચો-

Bhavnagar : પોલીસે ગેંગરેપ કેસમાં 24 કલાકમાં જ ચાર્જશીટ રજૂ કરી