અમદાવાદ મનપાએ ત્રણ મહિનામાં 28 રિઝર્વ પ્લોટ પરથી દબાણો દૂર કરી પ્લોટ ખુલ્લા કર્યા

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ત્રણ મહિનામાં 1100 કરોડના પ્લોટ ખાલી કરાવ્યા છે.આગામી દિવસોમાં આ પ્લોટમાં કમ્પાઉન્ડિંગ વોલ બનાવવામાં આવશે.

અમદાવાદ મહાનગરપાલિકાના(AMC)એસ્ટેટ વિભાગ દ્વારા મહત્વની કરવામાં આવી છે. જેમાં શહેરના વિવિધ ઝોનમાં ત્રણ મહિનામાં કોર્પોરેશનની માલિકીના 28 રિઝર્વ પ્લોટમાં(Reserve Plot) થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. અમદાવાદ (Ahmedabad) કોર્પોરેશનના પ્લોટમાં થયેલા દબાણો(Encrochment)દૂર કરી પ્લોટ ખાલી કરાવવામાં આવ્યા છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ત્રણ મહિનામાં 1100 કરોડના પ્લોટ ખાલી કરાવ્યા છે.આગામી દિવસોમાં આ પ્લોટમાં કમ્પાઉન્ડિંગ વોલ બનાવવામાં આવશે. તેમજ આ જગ્યાએ ફરીથી દબાણો ના થાય તે માટે સતત મોનીટરીંગ કરવામાં આવશે..આ ઉપરાંત મધ્ય ઝોનમાં કોટ વિસ્તારમાં ગેરકાયદે 14 બિલ્ડીંગો તોડી પાડવામાં આવી છે. જ્યારે પ્લાન પાસ કે મંજૂરી વિના બનાવવામાં આવેલા 14 બિલ્ડીંગ તોડી પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં જામનગર શહેર-જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન

આ પણ વાંચો : ગૃહપ્રધાન અમિત શાહે સપરિવાર માણસામાં કુળદેવી બહુચરાજીના પૂજન-અર્ચન કર્યા

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati