AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHMEDABAD : સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ સ્ટાફની હડતાલની ચીમકી, જાણો શું છે કારણ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 11:30 AM
Share

કરાર આધારિત 50 ટકા સ્ટાફને પગાર ચૂકવી દેવાયો છે, પરંતુ બીજા 350ના સ્ટાફને બે મહિનાનો પગાર હજુ સુધી ન મળતા તેઓ રોષે ભરાયા છે.

AHMEDABAD : સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ નર્સિંગ સહીત 350થી વધુના સ્ટાફે હડતાલની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ પરનો નર્સિંગ સહિતના સ્ટાફને બે માસનો પગાર નથી મળ્યો, જેને લઈ હવે તેમણે હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.નર્સિંગ સ્ટાફ, ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ, લેબ ટેક્નિશિયન, ફાર્માસિસ્ટ અને બાયો મેડિકલ એન્જિનિયર સહિત 350નો સ્ટાફ જૂન અને જુલાઈ માસના પગારથી વંચિત છે.

પગાર ન થતા કર્મચારીઓને ઘર ચલાવવામાં તકલીફ પડવાની સાથે બેન્ક લોન, વાહનના હપ્તા અને ઘરનું મેઇન્ટેનન્સ ચઢી ગયું હોવાથી વ્યાજ ભરવું પડે છે.સતત બે મહિનાનો પગાર ન આવતાં હવે કેટલાંક કર્મચારીઓએ વ્યાજે નાણાં લેવા પડ્યા છે.

રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક પગલાં નહીં લેવાય તો કર્મચારીઓને ના છૂટકે હડતાળ પર જવાની ફરજ પડશે.કરાર આધારિત 50 ટકા સ્ટાફને પગાર ચૂકવી દેવાયો છે, પરંતુ બીજા 350ના સ્ટાફને બે મહિનાનો પગાર હજુ સુધી ન મળતા તેઓ રોષે ભરાયા છે અને આગામી સમયમાં જો પગાર નહીં ચૂકવાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો : SURAT : ગજેરા સ્કૂલની બેદરકારી, મંજુરી ન હોવા છતાં ધોરણ-6 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવાયા

આ પણ વાંચો : AHMEDABAD : DPS EAST સ્કુલ વિરુદ્ધ મોટી કાર્યવાહી, DPEOએ ફટકાર્યો 1 લાખનો દંડ

g clip-path="url(#clip0_868_265)">