ગુજરાત (Gujarat)માં કોરોના (Corona)ના કેસમાં તીવ્ર ગતિથી વધારો થતો જઇ રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદ (Ahmedabad)માં નોંધાઇ રહ્યા છે. જેને કારણે અમદાવાદમાં નવા 16 વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જો કે પહેલા કરતા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં કોરોના કેસનો રાફડો ફાટી નીકળતા વહીવટી તંત્રએ કેટલાક વિસ્તારના કેટલાક ઘરોને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવા પડ્યા છે. શહેરમાં નવા 16 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. જો કે હાલમાં અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ઘટી છે. 52 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે.
અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસ વધુ નોંધાઇ રહ્યા છે. જેને કારણે અમદાવાદ મ્યુનીસિપલ કોર્પોરેશન દ્વારા તે વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવે છે. એક દિવસ પહેલા અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 147 હતી. 52 વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ અપાતા અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 111 થઈ છે.
મહત્વનું છે કે ગુજરાતમાં 17 જાન્યુઆરીના રોજ કોરોના વિસ્ફોટ થયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12,835 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 70, 374 એ પહોંચ્યા છે.જેમાં અમદાવાદમાં 4340, સુરતમાં 2955, વડોદરામાં 1207, રાજકોટમાં 461,ગાંધીનગરમાં 212, ભાવનગરમાં 202 ,જામનગરમાં 210 અને જૂનાગઢમાં 59 કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ