AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Video: બનાસકાંઠા અને કચ્છ જિલ્લા માટે જાહેર કરાયેલા સહાય પેકેજ સામે કોંગ્રેસનો વિરોધ, સર્વેની કામગીરીને ગણાવી ભૂલભરેલી

Gujarat Video: બનાસકાંઠા અને કચ્છ જિલ્લા માટે જાહેર કરાયેલા સહાય પેકેજ સામે કોંગ્રેસનો વિરોધ, સર્વેની કામગીરીને ગણાવી ભૂલભરેલી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2023 | 11:52 PM
Share

Ahmedabad: બનાસકાંઠા અને કચ્છ જિલ્લા માટે જાહેર કરાયેલા સહાય પેકેજનો કોંગ્રેસે વિરોધ કર્યો. કોંગ્રેસ દ્વારા માગ કરાઈ છે કે સરકારની સર્વેની કામગીરી ભૂલભરેલી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરી સહાય આપવામાં આવે.

બિપોરજોય વાવાઝોડામાં (Biporjoy Cyclone) થયેલા નુકસાન મુદ્દે રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે બનાસકાંઠા અને કચ્છ જિલ્લા માટે 240 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. ભાજપે કૃષિ પ્રધાનની જાહેરાતને આવકારી છે. ભાજપ પ્રવક્તાએ રાહત પેકેજને દેશનું સૌથી મોટું રાહત પેકેજ ગણાવ્યું છે. તો સામે પક્ષે કોંગ્રેસે રાજ્ય સરકારની સરવે કામગીરી ભૂલભરેલી હોવાનું જણાવી અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સરવે કરી સહાય આપવા માગ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad: AMCના કોંગ્રેસ કોર્પોરેટરોના દિલ્હીમાં ધામા, વિપક્ષ નેતા બદલવાની માગ સાથે પહોંચ્યા હોવાની અટકળો તેજ

આપને જણાવી દઈએ રાજ્યમાં બિપરજોય સાયક્લોનમાં થયેલા નુકસાન બાદ રાજ્ય સરકારે બાગાયતી પાકોને થયેલા નુકસાન પેટે બનાસકાંઠા અને કચ્છ જિલ્લા માટે સહાય પેકેજની જાહેરાત કરી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે બનાસકાંઠા અને કચ્છ જિલ્લા માટે 240 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. જે ખેડૂતોને 10 ટકા કરતા વધુ નુકસાન થયુ હશે તો તેમને 25 હજાર પ્રતિ હેક્ટરની સહાય મળવાપાત્ર થશે. રાજ્ય સરકારના સરવે મુજબ બે જિલ્લામાં 1.30 લાખ હેક્ટરમાં નુકસાની થઇ છે તેમાંથી 69 હજાર હેક્ટર વિસ્તાર સહાય પાત્ર માનવામાં આવ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 14, 2023 11:44 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">