Ahmedabad : કોંગ્રેસમાં કાળા જાદુને લઇને રાજકારણ ગરમાયું, મહિલા કાઉન્સિલરને સસ્પેન્ડ કરવાની તૈયારી

Ahmedabad : કોંગ્રેસમાં કાળા જાદુને લઇને રાજકારણ ગરમાયું, મહિલા કાઉન્સિલરને સસ્પેન્ડ કરવાની તૈયારી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 1:02 PM

અમદાવાદ કોંગ્રેસમાં કાળા જાદુને લઈ રાજકારણ ગરમાયેલું છે. તેવામાં જેના પર કાળા જાદુનો સહારો લેવાનો આરોપ છે તે મહિલા કાઉન્સિલર જમના વેગડાની મુશ્કેલી વધી શકે છે. પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે

અમદાવાદ(Ahmedabad)કોંગ્રેસમાં(Congress)કાળા જાદુને(Black Magic)લઈ રાજકારણ ગરમાયેલું છે. તેવામાં જેના પર કાળા જાદુનો સહારો લેવાનો આરોપ છે તે મહિલા કાઉન્સિલર જમના વેગડાની મુશ્કેલી વધી શકે છે. પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.. કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખે જગદીશ ઠાકોરે તપાસના આદેશ આપ્યા છે.. તેમણે કહ્યું કે પાર્ટીમાં આવી કોઈ ઘટનાઓને ચલાવી લેવાશે નહીં.. જો જમના વેગડા દોષિત ઠરશે તો તેમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે..મહત્વનું છે કે અમદાવાદ શહેરના કાઉન્સિલર જમના વેગડા AMCમાં વિપક્ષના નેતા ન બની શકતા કાળા જાદુનો સહારો લીધો હોવાનું સામે આવ્યું છે.. એક કથિત ઓડિયો વાયરલ થયો છે.. જેમાં દાવો થઈ રહ્યો છે કે શહેજાદખાન પઠાણને ખતમ કરી દેવા કાળા જાદુનો સહારો લેવાયો છે.. જમના વેગડા અને તાંત્રિક વચ્ચેની વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે

જેમા દાવો કરવામાં આવ્યો છે કે દાણીલીમડાના કોર્પોરેટર જમના વેગડાએ કાળા જાદૂનો સહારો લીધો છે..ધોરાજીની એક મહિલાને જમના વેગડા કાળા જાદૂનું કામ સોંપતા હોવાનું કથિત ઓડિયોમાં સંભળાઈ રહ્યું છે.અમદાવાદ કોંગ્રેસના રાજકારણમાં કાળા જાદૂનો સહારો લેવાયો છે.. શહેરના કાઉન્સીલર AMCના વિપક્ષના નેતા ન બની શકતા કાળા જાદૂનો સહારો લીધો છે.

તેમજ હાલ AMCના વિપક્ષના નેતા બનેલા શહેજાદખાન પઠાણ અને ધારાસભ્ય શૌલેષ પરમાર સામે વિધિ કરવાનું કામ સોંપાયું છે.ધોરાજીની એક મહિલાને જમના વેગડા કાળા જાદૂનું કામ સોંપતા હોવાનું કથિત ઓડિયોમાં સંભળાઈ રહ્યું છે… સમગ્ર વાતચીતનો ઓડિયો સામે આવતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યું છે. આ કથિત ઓડિયો ક્લિપમાં જમના વેગડા પોતાની સાથે અન્યોની ઓળખ પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો : Narmada : ડેડીયાપાડામાં વિદ્યાર્થીની પર સામૂહિક દુષ્કર્મ, આરોપીઓની ધરપકડ

આ પણ વાંચો : Ahmedabad વડોદરા એકસપ્રેસ હાઇવે પર નડિયાદ નજીક વિચિત્ર અકસ્માત, એકનું મોત

Published on: Feb 03, 2022 01:01 PM
g clip-path="url(#clip0_868_265)">