ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેમજ કોરોનાની ત્રીજી લહેરમાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરરીયાત ઓછી રહી છે. તેવા સમયે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોના સતત ઘટાડો નોંધાયો છે. જેમાં 05 માર્ચના રોજ અમદાવાદ શહેરમાં કોરોનાના 25 દર્દી ઓ નોંધાયા છે. તેવા સમયે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો એક પણ દર્દી દાખલ નથી. તેમજ 81 દિવસ બાદ હોસ્પિટલમાં કોરોનાનો એક પણ દર્દી નથી. જેના લીધે હોસ્પિટલ સત્તાવાળાઓને પણ રાહત મળી છે.
ગુજરાતમાં કોરોનાના કેસો સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં ગુજરાતમાં 05 ફેબ્રુઆરીના રોજ કોરોનાના માત્ર 61 કેસ નોંધાયા છે. તેમજ એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.ગુજરાતમાં આજે નોંધાયેલા કેસોમાં સૌથી વધારે અમદાવાદમાં 25, વડોદરામાં 09, વડોદરા ગ્રામીણમાં 05, ડાંગમાં 06, બનાસકાંઠામાં 03, ગાંધીનગરમાં 02, રાજકોટ ગ્રામીણમાં 02,અમદાવાદ ગ્રામીણમાં 01, આણંદમાં 01, અરવલ્લીમાં 01, ગાંધીનગર 01, નવસારી 01, રાજકોટમાં 01, સુરત ગ્રામીણના 01, સુરતમાં 01,તાપીમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો નથી. ગુજરાતમાં આજે 186 દર્દીઓ સાજા થયા છે. તેમજ રાજ્યનો કોરોના રિકવરી રેટ 99.03 ટકા થયો છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 984એ પહોંચી છે.
ઉલ્લેખનીય છે, રાજ્યમાં કોરોનાના કેસમાં રોજેરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સોમવારે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ અને સામાજીક પ્રસંગમાં લોકોની હાજરીની નિયત સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે.
આ પણ વાંચો : વડોદરાની SSG હોસ્પિટલની સિદ્ધિ , મોયા મોયા બીમારીની સર્જરી કરી બે બાળકોને જીવનદાન બક્ષ્યું
આ પણ વાંચો : Dahod : શિવાલયોમાં નંદી પાણી અને દૂધ પીતા હોવાની અફવા ફેલાઈ, લોકોની ભારે ભીડ