Ahmedabad Breaking News : સાબરમતી જનપથથી લઈને ડી-માર્ટ રોડ પર મેગા ડિમોલેશન ! 50થી વધારે કોમર્શિયલ મિલકતોને આપી નોટિસ

| Updated on: Jul 09, 2026 | 1:39 PM

મહાનગરપાલિકા દ્વારા રોડલાઇનના અમલ હેઠળ આવતી 50થી વધુ કોમર્શિયલ મિલકતોને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે

અમદાવાદના મોટેરા વિસ્તારમાં કોમનવેલ્થ અને સંભવિત ઓલિમ્પિક રમતોને ધ્યાનમાં રાખીને માર્ગ વિસ્તરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે શુક્રવારે સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી ડી માર્ટ સુધીના માર્ગ પર મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી ડીમાર્ટ સુધીના રોડ પર ડિમોલેશન

મહાનગરપાલિકા દ્વારા રોડલાઇનના અમલ હેઠળ આવતી 50થી વધુ કોમર્શિયલ મિલકતોને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. કાર્યવાહી દરમિયાન મોટેરા ડી માર્ટથી સાબરમતી જનપથ તરફ જતો માર્ગ પણ અસ્થાયી ધોરણે વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો હતો.

કોમનવેલ્થ અને ઓલિમ્પિકને લઈને લોકોના ઘરો મકાનો તોડ્યા

અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ માત્ર રોડલાઇનમાં આવતી કોમર્શિયલ મિલકતો સામે જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રહેણાંક મિલકતોનું હાલ પૂરતું ડિમોલિશન કરવામાં આવશે નહીં.

મળતી માહિતી અનુસાર, હાલનો 18 મીટર પહોળો માર્ગ વિસ્તારીને 61 મીટરનો બનાવવાની યોજના છે, જેથી ભવિષ્યમાં વધતા ટ્રાફિક તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમતની સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી શકાય.

સ્થાનિકોમાં ભારે રોષ

ડિમોલિશનની કાર્યવાહી બાદ અસરગ્રસ્ત વેપારીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ સરકાર પાસે યોગ્ય વળતર અથવા વૈકલ્પિક રીતે નાની દુકાનો ફાળવવાની માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી ચાલી રહેલા ધંધા અચાનક બંધ થતાં તેમના રોજગાર પર સીધી અસર પડી છે.

Breaking News : આજથી રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Jul 09, 2026 01:37 PM
Follow Us