Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું, મિનિમમ ભાડા માટે આપવા પડશે હવે 30 રૂપિયા! જુઓ Video

| Edited By: | Updated on: May 29, 2026 | 3:05 PM

અમદાવાદમાં રાતોરાત રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. ભાડાનો ફટકો હવે સામાન્ય લોકો પર પડવાનો છે. પહેલા મિનિમમ ભાડું 20 રૂપિયા હતું અને હવે તે 10 રૂપિયા વધીને 30 રૂપિયા સુધી કરવામાં આવ્યુ્ં છે.

અમદાવાદમાં CNGના ભાવમાં થયેલા વધારાની સીધી અસર હવે રિક્ષાના ભાડા પર જોવા મળી રહી છે. શહેરમાં છેલ્લા ચાર વર્ષથી રિક્ષાના ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. પરંતુ હવે એસોસિએશદ્વારા ભાડામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય ચૂંટણી પહેલાં લેવામાં આવ્યો હતો. પરંતુ ચૂંટણી પરિણામ બાદ નવા દર અમલમાં મૂકવાની મંજૂરી આપવામાં આવી છે.

ચૂંટણી બાદ CNGના ભાવમાં 7 રૂપિયાનો વધારો થયો હતો. ભાડાના વધારાને લઈને સામાન્ય નાગરિકો માટે મુશ્કેલીઓ વધી રહી છે. રિક્ષાથી લઈને શાળાના વાહન સુધીના ભાડામાં વધારો હવે જોવા મળશે. મધ્યમ વર્ગીય પરિવારો માટે ચિંતાનો વિષય બન્યો છે.

હવેથી પ્રથમ 1200 મીટર એટલે કે મિનિમમ ભાડા માટે પેસેન્જરોએ રૂપિયા 20ના બદલે રૂપિયા 10ના વધારા સાથે સીધા રૂપિયા 30 ચૂકવવા પડશે. આ સિવાય, મિનિમમ અંતર પત્યા પછી પ્રતિ કિલોમીટરના રૂપિયા 15ના બદલે રૂપિયા 5નો વધારો કરીને નવો દર 20 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.

AMTS બસ સર્વિસ

મહિલાઓ માટે 20 રૂપિયાનું અને પુરૂષો માટે 45ની ટિકિટ નક્કી છે. સવારે 6થી રાત્રે 11 વાગ્યા સુધી આખો દિવસ ગમે ત્યાં મુસાફરી કરી શકાય છે. આ સિવાય 12 વર્ષ સુધીના બાળકો માટે 10 રૂપિયા છે.

આ પણ વાંચો, Surat Breaking News : પોતાના ઘરમાં જ જુગારધામ ચલાવતી હતી મહિલા, જુગાર રમતી 7 મહિલાઓની ધરપકડ

Published on: May 29, 2026 02:54 PM
Follow Us