Ahmedabad Breaking: બન્ટી બબલી બનીને પૂર્વ કુલપતિ-રજીસ્ટ્રારે ગુજરાત યુનિવર્સિટીનુ ₹32 કરોડોનું કરી નાખ્યું

Ahmedabad Breaking: બન્ટી બબલી બનીને પૂર્વ કુલપતિ-રજીસ્ટ્રારે ગુજરાત યુનિવર્સિટીનુ ₹32 કરોડોનું કરી નાખ્યું

| Edited By: | Updated on: Sep 23, 2026 | 6:51 PM

ગુજરાત યુનિવર્સિટીમાં IDSR પ્રોજેક્ટ અને ₹32 કરોડના કથિત કૌભાંડ મામલે NSUI એ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. રજિસ્ટ્રાર પિયુષ પટેલ ચેમ્બરમાં હોવાની શંકા સાથે કાર્યકરોએ દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ખુરશી પર નકલી નોટોનો હાર મૂકી દેખાવો કર્યા હતા.

ગુજરાત યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે NSUI ના કાર્યકરોએ ઉગ્ર દેખાવો કર્યા હતા. રજિસ્ટ્રાર પિયુષ પટેલ ચેમ્બરમાં હાજર હોવાની આશંકા વચ્ચે એક કલાક સુધી દરવાજો ન ખોલાતા કાર્યકરોએ લોક તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને તેમની ખુરશી પર નકલી નોટોનો હાર મૂકી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

NSUI નો આરોપ છે કે IDSR પ્રોજેક્ટ હેઠળ પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ ₹24 લાખ અને રજિસ્ટ્રાર પિયુષ પટેલે ₹3.20 લાખ મેળવ્યા છે. આ ઉપરાંત એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં ટેકનિકલ બાબતો છુપાવી માનીતી એજન્સીને ₹32 કરોડનું કામ પધરાવી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો દાવો કરાયો છે.

કાર્યકરોએ જણાવ્યું કે, રજિસ્ટ્રાર વારંવાર વિદ્યાર્થીઓથી સંતાઈ જાય છે. સરકારી સંપત્તિને થયેલા નુકસાનનો ખર્ચ પોતે ભોગવવા તૈયાર હોવાનું જણાવી તેઓએ સમગ્ર ભ્રષ્ટાચારના નાણાં પરત કરવાની અને જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગણી કરી છે.

Ahmedabad Breaking: Uber કેન્સલ કરો, Bharat Taxi થી બુક કરો’- TV9 ના રિયાલિટી ચેકમાં કેબ ચાલકોની નવી મનમાનીનો પર્દાફાશ

Follow Us
Loading...
Unable to load recommendations.