Video: અમદાવાદમાં ભાગવત વિદ્યાપીઠ ખાતે યોજાઈ બ્રહ્મ ચોર્યાસી, 11 હજાર બ્રાહ્મણોએ એક જ પંગતમાં બેસી સાથે લીધુ ભોજન

|

Jan 08, 2023 | 9:17 PM

Ahmedabad: સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે ભવ્ય બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમા એકસાથે 11 હજાર બ્રાહ્મણોએ એકસાથે એક જ પંગતમાં બેસી ભોજન લીધુ હતુ. જેમા ભાજપ-કોંગ્રેસ સહિત તમામ પક્ષના રાજકીય આગેવાનો પણ સામેલ થયા હતા.

અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે ભવ્ય બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 11 હજાર બ્રાહ્મણોએ એક જ પંગતમાં બેસીને એકસાથે ભોજન લીધું. રાજ્યભરની વિવિધ પાઠશાળાના ઋષિકુમારો અને બ્રહ્મ આગેવાનો એકસાથે કાર્યક્રમમાં જોડાયા હતા. આ સમારોહમાં ભાજપ-કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં. આ પ્રસંગે દ્વારકા શારદા પીઠના પૂજ્ય બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજીએ આશીર્વચન આપ્યા હતા. અહીં ભોજનની સાથે આગામી સમયમાં દરેક ક્ષેત્રે બ્રાહ્મણ સમાજની 84 જેટલી પેટાજ્ઞાતિઓ એકસંપ થાય તેના પર ભાર મૂકવામાં આવ્યો.

આજે દરેક સમાજ એક થાય તે સમયની માગ છે: યજ્ઞેશ દવે

આ તકે ભાજપ નેતા અને બ્રાહ્મણ અગ્રણી યજ્ઞેશ દવેએ TV9 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યુ કે જે પ્રમાણે અમુક જગ્યાએ બ્રાહ્મણોની ઉપેક્ષા થઈ રહી છે, તેનાથી બચવા માટે દરેક માટે દરેક સમાજ એક થઈ શક્તા હોય, દરેક સમાજ સાથે મળીને કાર્ય કરતા હોય તો બ્રહ્મ સમાજ પણ કેમ નહીં. બ્રહ્મ સમાજ પણ આજે સાથે મળીને ભોજન લઈ રહ્યો છે. મોટા-નાનાના ભેદભાવ ભૂલીને તેમજ રાજકીય પક્ષોના ભેદભાવ ભૂલીને એકસાથે બેસી તમામે ભોજન લીધુ હતુ.

અમદાવાદના બ્રહ્મ યુવાનો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા સમગ્ર ગુજરાતમાંથી ઋષિકુમારો અને બ્રાહ્મણો પરંપરાગત પોષાકમાં જેમા પિતાંબર પહેરીને આ બ્રહ્મ ચોર્યાસીમાં આવ્યા હતા. જેમા સહુ કોઈએ એકસાથે એક પંગતમાં બેસીને મોટા-નાનાનો ભેદ ભૂલીને અને બધા સાથે ભોજન લીધુ હતુ.

Next Video