Ahmedabad: બાપુનગરમાં દારૂડિયા પુત્રએ લોખંડનો હથોડો મારી માતાની કરી હત્યા, જુઓ Video

|

Aug 14, 2023 | 9:22 PM

અમદાવાદના બાપુનગરમાં પુત્રએ માતાની હત્યાકરી પોતે પણ એસિડ પી લીધું હતું. વૃદ્ધ માતાને હથોડાથી મારી હત્યા કરી હતી. હાલમાં આરોપી સિવિલમાં સારવાર હેઠળ છે.

Ahmedabad: શહેરના બાપુનગર માં સબંધોની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પુત્ર એ જ માતાની હત્યા કરી છે. પુત્રએ માતાની હત્યા કર્યા બાદ પોતે એસિડ ગટગટાવી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. કોણ છે આ રાક્ષસી પુત્ર જેણે પોતાની જનેતા માતાની હત્યા કરી દીધી.

બાપુનગર વિસ્તારમાં આવેલ શાસ્ત્રી નગરમાં પુત્રએ માતાની હત્યા કરી હોવાની ચકચારી ધટના સામે આવી છે. પુત્રએ માતાની હત્યા બાદ પોતે આપઘાતનો પ્રયાસ કર્યો. આજે બપોરના સમયે પુત્ર વિનોદ પરનારને માતા જીવીબેન સાથે ઝઘડો થયો અને પુત્રએ આવેશમાં આવીને લોખંડના હથોડા વડે માતા ની હત્યા કરી નાંખી હતી.

બાદમાં પોતે પણ એસિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને આ સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરી ને વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે ઇજાગ્રસ્ત પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પોલીસ તપાસ માં જાણવા મળ્યું છે કે આરોપી પુત્ર વિનોદ અપરણિત છે અને નશાની ટેવ વાળો હોવાથી અવાર નવાર નાની નાની બાબતો માં માતા સાથે ઝઘડા કરતો હતો. આજે પણ બપોરે વિનોદ દારુ પીને આવ્યો હતો અને તેની માતા જીવીબેન સાથે ઝઘડો કર્યો હતો,જેમાં આરોપી પુત્ર વિનોદે મકાન પોતાના નામે કરી દેવાની વાતને લઈને માતા સાથે ઝઘડો કર્યો. જેમાં આરોપી વિનોદ પરમારે તેની માતા જીવી બેન અને મોટાભાઈને ઘર માંથી નીકળી જવાનું કહ્યું હતું.

આ પણ વાંચો : Ahmedabad : શાકભાજીના ભાવમાં ઘટાડો ! આવક વધતા હોલસેલ બજારમાં સસ્તું, રિટેઇલ બજારમાં હજુ મોઘું

જે વાતને લઈ બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, અને આરોપી પુત્રએ ઉશ્કેરાઈ લોખંડ હથોડાથી મારી દઈ વૃદ્ધ માતાનું કરુણ મોત નીપજ્યું હતું, બાદમાં આરોપી વિનોદ પરમારે ઘરમાં રહેલું એસીડ ગટગટાવી દીધું હતું. નોંધનીય છે કે મૃતક વૃદ્ધ માતા તેના બે દીકરો સાથે બાપુનગર રહે છે અને માતા છુટક મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી.

બાપુનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે..હત્યા કરવા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. ત્યારે હત્યારો પુત્ર વિનોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે છે જે સારવાર બાદ તેની ધરપકડ કરવામાં આવશે.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 7:52 pm, Mon, 14 August 23

Next Video