Ahmedabad: બીજી ટર્મનો ચાર્જ સંભાળ્યા બાદ આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કરશે વૈષ્ણવદેવી અંડરપાસનું લોકાર્પણ

|

Dec 14, 2022 | 9:46 AM

અમદાવાદથી ગાંધીનગર ફ્લાય ઓવરબ્રિજ તેમજ એસ.જી. હાઇવે અને એસ.પી. રિંગરોડ ઉપરથી પ્રસાર થતા વાહનચાલકોને ટ્રાફિકમાંથી છૂટકારો મળશે. આ અન્ડરપાસમાં ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે મલ્ટીલેયર અને અન અવોઈડેબલ ટ્રાફિક સિસ્ટમ ઉભી કરવામાં આવી છે.

ગુજરાતના મુખ્યપ્રધાન પદ પર બીજી ઈનિંગ શરૂ કરતાની સાથે જ ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાં આવી ગઈ છે. જે અંતર્ગત આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વૈષ્ણોદેવી અન્ડર પાસની મુલાકાત લેશે અને તેને વાહનચાલકો માટે ખુલ્લો મુકશે. કુલ  40 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ અન્ડરપાસને કારણે ટ્રાફિકના ભારણમાંથી વાહનચાલકોને મુક્તિ મળશે. ખાસ કરીને અમદાવાદથી ગાંધીનગર ફ્લાય ઓવરબ્રિજ તેમજ એસ.જી. હાઇવે અને એસ.પી. રિંગરોડ ઉપરથી પ્રસાર થતા વાહનચાલકોને ટ્રાફિકમાંથી છૂટકારો મળશે. આ અન્ડરપાસમાં ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે મલ્ટીલેયર અને અન અવોઈડેબલ ટ્રાફિક સિસ્ટમ ઉભી કરવામાં આવી છે.

આ અંડરપાસ ખુલ્લો મૂકાવાને પગલે અમદાવાદથી ગાંધીનગર તેમજ એસ.જી. હાઇવે ઉપર  રહેતા લોકોને આવાગમનમાં ઘણી સુવિધા મળી  રહેશે. અગાઉ એસ.જી હાઇવે ઉપર  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે  ઓવર બ્રિજને ખુલ્લા મૂક્યા  હતા. જેના લીધે ટ્રાફિકની સમસ્યા હાળવી બની હતી.  હવે આજે આ અંડરપાસનું લોકાર્પણ થતા  ગાંધીનગર અને અમદાવાદ થી આવ -જા કરતા નોકરિયાતો અને  વિદ્યાર્થીઓને વધારે રાહત રહેશે.

Published On - 8:37 am, Wed, 14 December 22

Next Video