અમદાવાદીઓને મળ્યુ નવુ નજરાણુ, હવે સાયન્સ સિટીમાં પણ હેલિકોપ્ટર જોયરાઈડ સેવા શરૂ

| Edited By: | Updated on: Feb 06, 2022 | 6:45 AM

એરોટ્રાંસએ એક ખાનગી કંપની છે. જે સમગ્ર ગુજરાતમાં એર ચાર્ટર સર્વિસ પૂરી પાડે છે. આ કંપની દ્વારા એરોપ્લેન, હેલિકોપ્ટર તથા જોય રાઇડ સર્વિસ પૂરી પાડવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં એરોટ્રાન્સ કંપનીએ જોયરાઈડનું વિસ્તરણ કરવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદ (Ahmedabad)માં 1 જાન્યુઆરીથી સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રોમથી હેલિકોપ્ટર જોય રાઈડનો પ્રારંભ કરાવનાર કંપની એરોટ્રાન્સ દ્વારા તેમની સેવાઓનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે. એરોટ્રાન્સ દ્વારા માર્ચ 2022થી હવે સાયન્સ સિટી (Science City) ખાતેથી હેલિકોપ્ટર જોયરાઈડ (Helicopter Joyride) સેવા શરૂ કરવામાં આવશે. ઉપરાંત અમદાવાદીઓને ધંધાકીય હેતુ તેમજ પ્રવાસન માટે પણ પ્લેન તથા હેલિકોપ્ટર ભાડે આપવામાં આવશે.

એરોટ્રાન્સએ એક ખાનગી કંપની છે. જે સમગ્ર ગુજરાતમાં એર ચાર્ટર સર્વિસ પૂરી પાડે છે. આ કંપની દ્વારા એરોપ્લેન, હેલિકોપ્ટર તથા જોયરાઈડ સર્વિસ પૂરી પાડવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં એરોટ્રાન્સ કંપનીએ જોયરાઈડનું વિસ્તરણ કરવાનો નિર્ણય લીધો છે તો આ સાથે એરોટ્રાન્સ દ્વારા લોકોને હેલિકોપ્ટર અને ચાર્ટર પ્લેન પણ ભાડે આપવામાં આવશે. જેમને ધંધાકીય હેતુ કે અન્ય કારણસર હેલિકોપ્ટર અને ચાર્ટર પ્લેન ભાડે લેવું હોય તો અમદાવાદથી પ્લેન કે હેલિકોપ્ટર ભાડે લઈ શકશે. જેમાં કેટલા અંતરે જવું છે તે મુજબ કલાકના દરે ભાડુ લેવામાં આવશે.

આ સાથે હવે સાયન્સ સિટીથી પણ હેલિકોપ્ટરમાં અમદાવાદ દર્શનની મજા માણી શકાશે. એરોટ્રાન્સ દ્વારા હાલ રિવરફ્રન્ટ ખાતે જોયરાઈડ શરૂ કરવામાં આવી છે જેનો દર અઠવાડિયે બે દિવસ શહેરીજનો લાભ લઈ રહ્યા છે. હવેથી સાયન્સ સિટી ખાતે પણ જોયરાઈડનો આનંદ શહેરીજનો માણી શકાશે.

આ પણ વાંચો- ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો, નવા 4710 કેસ નોંધાયા, 34 લોકોના મૃત્યુ

આ પણ વાંચો- સોમવારથી રાજ્યમાં 1થી 9 ધોરણનુ ઓફલાઇન શિક્ષણ શરૂ થશે, જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને આપી માહિતી