અમદાવાદ : ખોખરા સર્કલ પર રાયપુર ભજીયા હાઉસમાં ભીષણ આગ, આસપાસના વિસ્તારમાં દોડધામ

|

Mar 06, 2022 | 9:52 PM

ભજીયા હાઉસની પાસેના પાનનો ગલ્લો, મેડિકલ સ્ટોર, જનરલ સ્ટોર પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. ત્યારે આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર બ્રિગેડ સ્ટાફના જણાવ્યા પ્રમાણે ગેસ સિલીન્ડર લીકેજ થતા આગ લાગી હતી.

અમદાવાદના ખોખરા સર્કલ ( Khokhra Circle) પર રાયપુર ભજીયા હાઉસમાં (Raipur Bhajiya House) ભીષણ આગ (Fire) લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. ભજીયા હાઉસની પાસેના પાનનો ગલ્લો, મેડિકલ સ્ટોર, જનરલ સ્ટોર પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. ત્યારે આગ પર કાબુ મેળવવા (Fire Brigade)ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર બ્રિગેડ સ્ટાફના જણાવ્યા પ્રમાણે ગેસ સિલીન્ડર લીકેજ થતા આગ લાગી હતી. તેમજ ચારથી પાંચ જેટલા સિલિન્ડરો સુરક્ષિત રીતે દુકાન બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આગના પગલે સર્કલ પર લોકોના ટોળા ઉમટ્યા હતા. ભીડને નિયંત્રીત કરવા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

બ્લાસ્ટનો સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ

અમદાવાદના રાયપુર ભજીયા હાઉસમાં અચાનક આગ ફાટી નીકળ્યાનો વીડિયો જોતજોતામાં વાયરલ થયો હતો. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને પગલે લોકાના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. આ વીડિયોમાં આગમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો તે જોઇ શકાય છે. જો કે આ બ્લાસ્ટ સંભવતઃ ગેસના કારણે થયો હોવાની શક્યતા છે. ગેસ સિલિન્ડર બ્લાસ્ટને પગલે લોકોમાં દોડધામ મચી હતી. આ આગને કારણે આસપાસના વિસ્તારામાં વાહનો થંભી ગયા હતા.

 

 

 

આ પણ વાંચો : નવસારી જિલ્લાના ખેડૂતોનું આધુનિકતા તરફ પ્રયાણ , ખેડૂતોની આવકમાં કેમ થયો બમણો વધારો ? જાણો

આ પણ વાંચો : Ahmedabad: શહીદના પરિવારજનને નોકરી, પાટીદારો સામેના કેસ 23 માર્ચ સુધી નહિ ખેચાય તો ફરી આંદોલનના મંડાણ કરવા પાસની ચીમકી

 

Published On - 8:37 pm, Sun, 6 March 22

Next Video