Ahmedabad: ઇકો અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, પુત્ર-પુત્રી અને પિતાએ ગુમાવ્યા જીવ
Ahmedabad: દાલોદ પાસે ઇકો કાર અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત થયો છે. અકસ્માતમાં પિતા અને પુત્ર-પુત્રીએ પોતાના જીવ ગુમાવ્યા છે.
અમદાવાદમાં માંડલના દાલોદ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3ના મોત થયા છે જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત છે. અકસ્માતમાં પુત્રી-પુત્ર અને પિતાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. દાલોદ પાસે ઇકો કાર અને રીક્ષા વચ્ચે થયેલો આ અકસ્માત ખુબ જ ગોઝારો છે. અકસ્માતમાં પિતા અને પુત્ર-પુત્રીએ પોતાના જીવ ગુમાવ્યા છે.
મળેલી માહિતી પ્રમાણે માંડલના દાલોદ-કુણપુર રોડ પર રામદેવપીર મંદિર પાસે આ બનાવ બન્યો. બાદમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે વિરમગામ ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે.
ઇકો અને રિક્ષાની ટક્કરનો આજના દિવસમાં રાજ્યમાં બીજો બનાવ છે.
દિવસ દરમિયાન ઇડરના કડિયાદરા નજીક આવો જ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કડિયાદરા નજીક પસાર થઇ રહેલી રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. જે અકસ્માતમાં બે બાળકો અને રિક્ષા ચાલકનું મોત થયાના અહેવાલ હતા. ત્યારે આ સહીત 7 લોકો ઇજાગ્રસ્ત હોવાનું માલુમ પડ્યું હતું. તેમજ 2 લોકોની હાલત ગંભીર હોવાનું માલુમ પડ્યું હતું. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને ઇડરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: કોરોના ઈફેક્ટ: ફાર્મસી કોર્સ વિદ્યાર્થીઓમાં બન્યો હોટ ફેવરિટ, પહેલા રાઉન્ડમાં એકપણ બેઠક ખાલી નહીં
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
