IPL 2021, MI vs PBKS: હાર્દિક પંડ્યાની રમતે મુંબઇ ઇન્ડીયન્સને મુશ્કેલ સ્થિતીમાં 6 વિકેટ વિજય અપાવ્યો, પંજાબ પરાસ્ત
IPL 2021 ની 42 મી મેચ આજે અબુધાબીમાં રમાઇ હતી. આજે ડબલ હેડર દિવસ હતો, જેની બીજી મેચ મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) અને પંજાબ કિંગ્સ (Punjab King) વચ્ચે રમાઇ હતી. રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને ફીલ્ડીંગ પસંદ કરી હતી. કેએલ રાહુલ (KL Rahul) ની પંજાબ કિંગ્સે 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને 135 […]
IPL 2021 ની 42 મી મેચ આજે અબુધાબીમાં રમાઇ હતી. આજે ડબલ હેડર દિવસ હતો, જેની બીજી મેચ મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) અને પંજાબ કિંગ્સ (Punjab King) વચ્ચે રમાઇ હતી. રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને ફીલ્ડીંગ પસંદ કરી હતી. કેએલ રાહુલ (KL Rahul) ની પંજાબ કિંગ્સે 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને 135 રન કર્યા હતા.
જવાબમાં મુંબઇ ઇન્ડીયન્સની ટીમે પિછો કરતા 6 વિકેટે મેચને જીતી લીધી હતી. મુંબઇ ઇન્ડીયન્સે 137 રન 19 ઓવરના અંતે કરી લીધા હતા. આમ હાર્દિક પંડ્યાની રમતે મુંબઇ ઇન્ડીયન્સને જીત અપાવી હતી. હાર્દિકે શાનદાર સિક્સર લગાવીને જીત અપાવી હતી. આ જીત મુંબઇની ટીમ માટે આઇપીએલ 2021 માં ટકી રહેવા માટે જરુરી હતી.
મુંબઇ ઇન્ડીયન્સ બેટીંગ ઇનીંગ
વળતા જવાબમાં રોહિત શર્મા અને ક્વિન્ટન ડી કોક મેદાને ઉતર્યા હતા. પરંતુ કેપ્ટન રોહિત શર્મા ઝડપ થી પેવેલિયન પરત ફરતા જ મુંબઇની ટીમને ઝટકો લાગ્યો હતો. ત્યાર બાદ તુરત જ ગોલ્ડ ડક આઉટ સૂર્યકુમાર યાદવ થતા ઉપરા છાપરી બીજો ઝટકો લાગ્યો હતો. આમ મુંબઇની મુશ્કેલીઓ વધી ગઇ હતી. સાથે જ શરુઆત પણ ધીમી પડી ગઇ હતી. રોહિત શર્મા 10 બોલમાં 08 રન કરીને આઉટ થયો હતો. ક્વિન્ટન ડી કોક 29 બોલમાં 27 રન કર્યા હતા.
સૌરભ તિવારીએ શાનદાર ઇનીંગ રમીને ટીમને મધ્યમ ક્રમની બેટીંગની આશા પૂરી કરી હતી. તેણે ટીમના મુશ્કેલ સમયમાં 45 રનની ઇનીંગ 37 બોલનો સામનો કરીને રમી હતી. સાથે જ મંદ પડેલા સ્કોર બોર્ડને પણ 2 છગ્ગા અને 3 ચોગ્ગા વડે ઝડપી બનાવવા પ્રયાસ કર્યો હતો. હાર્દિક પંડ્યા (Hardik Pandya) આમ તો ફ્લોપ શો દર્શાવી રહ્યો હતો, પરંતુ તેણે મેચને પંજાબના પક્ષમાં જતી બચાવવાની રમત રમી હતી. કિયરોન પોલાર્ડે પણ તેમાં સાથ પુરાવ્યો હતો. હાર્દિકે 30 બોલમાં અણનમ 40 રન 2 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી કર્યા હતા. કિયરોન પોલાર્ડે 7 બોલમાં 15 રન 1 છગ્ગા અને 1 ચોગ્ગા વડે બનાવ્યા હતા.
પંજાબ કિંગ્સ બોલીંગ
રવિ બિશ્નોઇએ પંજાબની આશાઓને જગાવી દીધી હતી. તેના પ્રદર્શને મેચને અંત સુધી પંજાબના પક્ષે પણ રાખવા માટે મોકો અપાવ્યો હતો. તેણે રોહિત શર્મમા અને સૂર્યકુમારની મોટી વિકેટ ઝડપી હતી. 4 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. મહંમદ શામીએ ઓપનર ડિકોકને આઉટ કર્યો હતો. તેણે 4 ઓવરમાં 42 રન આપ્યા હતા. નાથન એલિસે 3 ઓવરમાં 12 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.
પંજાબ કિંગ્સ બેટીંગ ઇનીંગ
ટોસ હારીને પંજાબની ટીમ મેદાને ઉતરી હતી. પરંતુ પંજાબની શરુઆત ખરાબ રહી હતી. ક્રિસ ગેઇલ ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો. ઓપનર કેએલ રાહુલ અને મનદિપ સિંઘની જોડી મોટી અને ઝડપી ઇનીંગ રમી શકી નહોતી. 36 રનના સ્કોર પર જ જોડી તૂટી ગઇ હતી. મનદિપ કૃણાલ પંડ્યાનો એલબીડબલ્યુ શિકાર થયો હતો. તેણે 14 બોલમાં 15 રન કર્યા હતા. કેપ્ટન કેએલ રાહુલ 22 બોલમાં 21 રન કરીને પોલાર્ડના બોલ પર કેચ આઉટ થયો હતો.
જોકે એઇડન માર્કરમે પંજાબના સ્કોરબોર્ડની જવાબદારી પોતાના ખભે સ્વિકારી લેતી રમત રમી હતી. તેણે દિપક હુડ્ડાની સાથે મળીને અર્ધશતકીય રમત રમી હતી. માર્કરમનો આ પ્રયાસ તેના 29 માં બોલના સામના વેળા અટકી ગયો હતો. તે 6 ચોગ્ગાની મદદ થી 42 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. દિપકે 26 બોલમાં 28 રન કર્યા હતા. જે દરમ્યાન તેણે 1 ચોગ્ગો અને 1 છગ્ગો લગાવ્યો હતો. નિકોલસ પૂરન 3 બોલમાં 2 રન કરીને બુમરાહના બોલ પર આઉટ થયો હતો. હરપ્રિત બ્રારે 19 બોલમાં અણનમ 14 રન કર્યા હતા. નાથન એલિસ 6 રન કરીને અણનમ રહ્યો હતો.
મુંબઇ ઇન્ડીયન્સ બોલીંગ
કિયરોન પોલાર્ડે 2 વિકેટ ઝડપી હતી. તેણે મેચની તેની પ્રથમ ઓવરમાં જ 8 રન આપીને આ બંને વિકેટ ઝડપી લઇ પંજાબની મુશ્કેલીઓ વધારી દીધી હતી. કૃણાલ પંડ્યાએ ઓપનીંગ જોડીને તોડવાની સફળતા મુંબઇને અપાવી હતી. 4 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ મેળવી હતી. રાહુલ ચાહરે 4 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. જે વિકેટ માર્કરનના રુપમાં મુંબઇ માટે મહત્વની મળી હતી. જસપ્રિત બુમરાહે 4 ઓવરમાં 4 વિકેટ 24 રન આપીને ઝડપી હતી. નાથન કુલ્ટરે 4 ઓવરમા 19 રન આપીને કરકસર ભરી બોલીંગ કરી હતી.