AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : વટવામાં 28 વર્ષીય યુવકને ગરબા રમતા આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત, જુઓ Video

Ahmedabad : વટવામાં 28 વર્ષીય યુવકને ગરબા રમતા આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત, જુઓ Video

Darshal Raval
| Edited By: | Updated on: Oct 21, 2023 | 2:52 PM
Share

રાજ્યમાં હાર્ટ એટેકથી (Heart attack) મોતનો સિલસિલો યથાવત છે. 20થી 40 વર્ષના યુવાનો સૌથી વધુ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.ત્યારે ગરબા રમતા હાર્ટ એટેકથી મોત થયુ હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે. જો કે અમદાવાદમાં ગરબા રમતા હાર્ટ એટેક આવ્યો હોય તેવી પ્રથમ ઘટના બની છે. વટવાના 28 વર્ષીય યુવકને ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવ્યો છે.યુવકને ગરબા દરમિયાન અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો.

Ahmedabad : રાજ્યમાં હાર્ટ એટેકથી (Heart attack) મોતનો સિલસિલો યથાવત છે. 20થી 40 વર્ષના યુવાનો સૌથી વધુ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.ત્યારે ગરબા રમતા હાર્ટ એટેકથી મોત થયુ હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે. જો કે અમદાવાદમાં ગરબા રમતા હાર્ટ એટેક આવ્યો હોય તેવી પ્રથમ ઘટના બની છે.

આ પણ વાંચો-Kutch Video: ભૂજમાં વિધર્મી પતિએ પત્નીને માર્યો ઢોર માર, આરોપી પતિ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

ગુરુવારની રાત્રે અમદાવાદમાં નવરાત્રી દરમિયાન ગરબા રમતા એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો નો પ્રથમ કિસ્સો નોંધાયો. જે ઘટનામાં હાર્ટ અટેક આવનાર વ્યક્તિનું 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચે અને હોસ્પિટલ લઈ જાય તે પહેલા મોત નીપજ્યું.

મળતી માહિતી પ્રમાણે વટવામાં ઓમકાર હિલ્સમાં રહેતો રવિ પંચાલ 19 તારીખની રાત્રે પોતાના મિત્રો સાથે હાથીજણ ખાતે આવેલ વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગરબા રમવા માટે ગયો હતો. રાત્રે 12 વાગ્યાની આસ પાસ જ્યારે તેઓ ગરબે ઝૂમી રહ્યા હતા, ત્યારે અચાનક રવિ પંચાલને હૃદયનો દુખાવો ઉપડ્યો હતો. જેની જાણ તેના મિત્રોને થતા 108 ઈમરજન્સી સેવાની મદદ પણ લેવામાં આવી હતી. જો કે 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચે તે પહેલા જ રવિ પંચાનું મોત નીપજ્યું હતુ.

હાર્ટ એટેકની ઘટનાઓને પહોંચી વળવા 108 ઈમરજન્સીનું આયોજન

આ વર્ષે હાર્ટ અટેકના કેસોને જોતા 108 ઈમરજન્સી સેવા દ્વારા 8 મહા નગરપાલિકા અને 157 જેટલી પાલિકા વિસ્તારમાં 220 સ્થળ આઇડેન્ટીફાય કરી એમ્બ્યુલન્સ અને સ્ટાફ ખડેપગે રખાયા. જેનો સીધો લાભ ખેલૈયાઓ દર્દીને પણ મળ્યો. તાજેતરમાં જ એક કિસ્સામાં એક ખેલૈયા દર્દીને સારવાર આપવામાં 108 ની ભૂમિકા મહત્વની રહી હતી.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઇમરજન્સી કેસમાં થયો વધારો

108 ઇમરજન્સી સેવાની નવરાત્રીની વાત કરીએ તો 108 ઇમરજન્સી સેવા દ્વારા નવરાત્રી દરમિયાન સાંજે 6થી રાતના 2 વાગ્યાના ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું છે. જેમાં ગત વર્ષે નવરાત્રિના પાંચ દિવસમાં ગુજરાતમાં 3802 કેસ હતા. જેની સામે આ વર્ષે 4172 કેસ નોંધાયા. જ્યારે અમદાવાદમાં 685 કેસ હતા તેની સામે 807 કેસનો નોંધાયા. જેનો મતલબ એ થયો કે નવરાત્રી દરમિયાન નવરાત્રીના પાંચ દિવસ માં 2022 થી સરખામણીએ આ વર્ષે ગુજરાતમાં 10% જેટલો જ્યારે અમદાવાદમાં 17 ટકા જેટલા કેસનો વધારો નોંધાયો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 21, 2023 10:11 AM
g clip-path="url(#clip0_868_265)">