Gujarati Video : ઓપરેશન કાવેરી અંતર્ગત માદરે વતન પહોચેલા ગુજરાતીઓ થયા ભાવુક, સુદાનમાં હજુ પણ ફસાયેલા 650 ગુજરાતીઓને લવાશે સ્વદેશ

Gujarati Video : ઓપરેશન કાવેરી અંતર્ગત માદરે વતન પહોચેલા ગુજરાતીઓ થયા ભાવુક, સુદાનમાં હજુ પણ ફસાયેલા 650 ગુજરાતીઓને લવાશે સ્વદેશ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 11:10 AM

Ahmedabad: સંઘર્ષગ્રસ્ત સુદાનથી ભારત સરકારના ઓપરેશન કાવેરી અંતર્ગત 56 ગુજરાતીઓ સલામત રીતે હેમખેમ ગુજરાત પરત ફર્યા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુદાનથી પરત ફરેલા તમામ ગુજરાતીઓને પુષ્પ આપી સ્વાગત કર્યુ હતુ.

સુદાનમાં ખુલ્લેઆમ ફાયરિંગ થતું હતું. એવું લાગતું હતું કે હવે નહીં જીવી શકીએ. આ શબ્દો છે સુદાનથી પરત ફરેલા ગુજરાતીઓના. સુદાનમાં હિંસા ફાટી નીકળતા ફસાયેલા 56 ગુજરાતીઓને કેન્દ્ર સરકારના ઓપરેશન કાવેરી અંતર્ગત વતન પરત લાવવામાં આવ્યા છે. સુદાનના જેદ્દાહથી બચાવદળના વિમાન મારફતે મુંબઈ અને ત્યાંથી 2 વોલ્વો બસ મારફતે આજે સવારે 56 ગુજરાતીઓ અમદાવાદ સર્કિટ હાઉસ આવી પહોંચ્યા હતા. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પુષ્પ આપીને તેમનું સ્વાગત કર્યું.

સુદાનથી ઓપરેશન કાવેરી હેઠળ પરત ફર્યા 56 ગુજરાતી

વતન પરત ફરેલા 56 લોકોમાં 39 રાજકોટના, ગાંધીનગરના 9, વડોદરાના 5 અને આણંદના 3 લોકોનો સમાવેશ થાય છે. તેઓ સુદાનમાં ખૂબ જ ભયાનક પરિસ્થિતિમાં જીવન ગુજારવા મજબૂર બન્યા હતા. ઓપરેશન કાવેરી અંતર્ગત વતન પરત ફરતાં તેઓ ભાવુક થયા હતા. તેમણે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરીને આપવીતી વર્ણવી હતી.

સુદાનથી પરત ફરેલા મોટાભાગના ગુજરાતીઓ દાયકાઓથી ત્યાં રહે છે. તેમનું કહેવું છે કે ત્યાં પહેલા ખૂબ સારું વાતાવરણ હતું. પરંતુ અચાનક જ એવી પરિસ્થિતિ ઉભી થઈ કે તેમને લાગતું નહોતું કે તેઓ સુદાનમાંથી બહાર નીકળી શકશે અને જીવન જીવી શકશે. તેમણે લશ્કરી દળ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કરેલી વ્યવસ્થા બદલ ગદગદ થઈને આભાર વ્યક્ત કર્યો.

ગાંધીનગરના પરિવારે જણાવ્યો સુદાનની ભયાનક સ્થિતિનો ચિત્તાર

આતરફ ગાંધીનગરના એક પરિવારે સુદાનની ભયાનક સ્થિતિ વર્ણવી. તેઓ જ્યાં રહેતા હતા ત્યાં ખૂબ જ ફાયરિંગ થતું હતું. દિવસમાં ત્રણથી ચાર વખત ફાયરિંગ થતું હતું. તે સમયે એવું લાગતું હતું કે ગમે ત્યારે તેઓ ગોળીએ વીંધાઈ જશે. ચોવીસે કલાક જીવ તાળવે ચોંટેલો રહેતો હતો. તેમને આશા નહોતી કે તેઓ આટલી સારી રીતે સ્વદેશ પરત આવી શકશે.

આ પણ વાંચો: Ahmedabad: ઓપરેશન કાવેરી હેઠળ સંઘર્ષગ્રસ્ત સુદાનથી વતન પરત ફર્યા કેટલાક ગુજરાતી, અમદાવાદ ઍરપોર્ટ પર કરાયુ સ્વાગત

તો બીજીતરફ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે હજુ પણ સુદાનમાં 650 જેટલા ગુજરાતીઓ ફસાયેલા છે. તેમને પરત લાવવા માટેની વ્યવસ્થા થઈ ગઈ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટૂંક સમયમાં જ તમામ ગુજરાતીઓને પરત લાવવામાં આવશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

g clip-path="url(#clip0_868_265)">