રાજકોટ શહેર તહેવાર સમયે જ રોગચાળાના ભરડામાં, સપ્તાહમાં ડેન્ગ્યુના 10 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું, જુઓ Video

રાજકોટ શહેર તહેવાર સમયે જ રોગચાળાના ભરડામાં, સપ્તાહમાં ડેન્ગ્યુના 10 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2023 | 7:14 PM

રાજકોટ રોગચાળાના ભરડામાં આવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટમાં રોગચાળાની રંજાડને પગલે ઘરે ઘરે માંદગીના ખાટલા પથરાયાં છે. ત્યારે શહેરમાં વધી રહેલા રોગચાળાને પગલે હવે ફોગિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ લારવા માછલીઓનો ઉપયોગ અને પાણી ભરાયેલા સ્થળે દવા છાંટવાની કામગીરી કરવામાં આવી રહી છે. 

વરસાદ ખેંચાતા હવે રોગચાળો માથુ ઉચકી રહ્યો છે. એક તરફ તહેવારોની સિઝન છે ત્યાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માઝા મુકી છે. રોગચાળો વકરતા રાજકોટની સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ છે. તહેવાર સમયે જ રોગચાળાના ભરડામાં શહેર આવતા ઘરે ઘરે માંદગીના ખાટલા પથરાયા છે. પાછલા એક સપ્તાહના રોગચાળાના આંકડા પર નજર કરીએ તો ડેન્ગ્યુના 47 કેસ, શરદી-ઉધરસના 528 કેસ, સામાન્ય તાવના 50 કેસ, ઝાડા-ઉલટીના 242 કેસ અને કમળાના 2 કેસ નોંધાયા છે. અધિકારીઓનો દાવો છે કે ઘરના સ્વચ્છ પાણીના પગલે ડેન્ગ્યુ જેવા રોગોએ માથુ ઉચક્યું છે.

આ પણ વાંચો : Gujarati Video: રાજકોટ ભાજપનો આંતરિક જૂથવાદ ચરમસીમા પર, વિવાદ વકરતા પ્રદેશ કક્ષાએથી અપાયા તપાસના આદેશ

રાજકોટમાં ચાલુ સિઝનમાં નોંધાયેલા રોગચાળાના આંકડા પર નજર કરીએ તો ડેન્ગ્યુના અત્યાર સુધી કુલ 47 કેસ નોંધાયા છે ચિકનગુનિયાના 8 કેસ શરદી-ઉધરસના 10 હજાર, સામાન્ય તાવના 1,392 કેસ, ઝાડા-ઉલટીના 3,753 કેસ નોંધાઇ ચૂક્યા છે.  ત્યારે શહેરમાં વધી રહેલા રોગચાળાને પગલે હવે ફોગિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ લારવા માછલીઓનો ઉપયોગ અને પાણી ભરાયેલા સ્થળે દવા છાંટવાની કામગીરી કરવામાં આવી રહી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Aug 29, 2023 07:13 PM
g clip-path="url(#clip0_868_265)">