કૃષિ પ્રધાન રાઘવજી પટેલને કોરોના સંક્રમણ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા

|

Jan 27, 2022 | 7:47 PM

કૃષિપ્રધાન રાઘવજી પટેલને બીપી અને ડાયાબિટીસની તકલીફને કારણે દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કોરોના સારવાર દરમિયાન રેમડેસિવિરનો કોર્સ પુરો કર્યો છે. અને, તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા બે દિવસ માટે તેઓ હોમ કવોરન્ટાઇન રહ્યા હતા.

ગુજરાતના કૃષિપ્રધાન રાઘવજી પટેલની (Raghavji Patel) તબિયત હજુ સુધારા પર નથી. કૃષિપ્રધાનને કોરોના (Corona positive)થયા બાદ તાવ નહીં ઉતરતા યુ.એન.મહેતા હોસ્પિટલમાં (U.N.MEHTA Hospital) દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છેકે કૃષિપ્રધાન રાઘવજી પટેલને બીપી અને ડાયાબિટીસની તકલીફને કારણે દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કોરોના સારવાર દરમિયાન રેમડેસિવિરનો કોર્સ પુરો કર્યો છે. અને, તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા બે દિવસ માટે તેઓ હોમ કવોરન્ટાઇન રહ્યા હતા. પરંતુ, તેમને તાવ નહીં ઉતરતા આખરે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

નોંધનીય છેકે 23 જાન્યુઆરીના રોજ કૃષિ પ્રધાન રાઘવજી પટેલ કોરોના સંક્રમિત થયા હતા. અને, મંત્રી રાઘવજી પટેલ બીજી વાર કોરોના સંક્રમિત બન્યા છે.રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલનો ગત રવિવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાઘવજી પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી આ અંગે જાણકારી આપી હતી. અને તેમના સંપર્કમાં જે પણ લોકો આવ્યા છે તેમને પોતાનો કોરોના રિપોર્ટ કરાવી લેવા અપીલ કરી હતી.

કૃષિપ્રધાન રાઘવજી પટેલ છેલ્લા ઘણા સમયથી લોકો સાથે વિવિધ કાર્યક્રમમાં જોડાયા હતા અને ખાસ કરીને લોક દરબારનું પણ બે દિવસ પહેલાં જામનગર સર્કિટ હાઉસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પણ લોકોની મોટી ભીડ એકઠી થઈ હતી. આ ઉપરાંત જિલ્લામાં કલેક્ટર અને કમિશ્નર પણ કોરોનાથી સંક્રમિત છે.

 

આ પણ વાંચો : MEHSANA : Online fraud, વિદેશ જવાની લ્હાયમાં યુવતીએ લાખો રૂપિયા ગુમાવ્યા

આ પણ વાંચો : ધંધુકા ફાયરિંગ મર્ડર કેસઃ 2ની અટકાયત, VHPના પ્રદેશ પ્રમુખે કરી ઉચ્ચસ્તરીય તપાસની માંગ

Published On - 7:46 pm, Thu, 27 January 22

Next Video