રખડતા ઢોરની રંજાડ બાદ હવે શ્વાનનો આતંક, 15 લોકોને ભર્યા બચકા, જુઓ Video

|

Aug 31, 2023 | 5:21 PM

ગુજરાતમાં અવારનવાર રખડતા ઢોરના ત્રાસના સમાચાર સામે આવતા રહે છે. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા, તેની ગંભીરતા સૌ કોઈને જાણવા મળી. સરકારે પણ આ પ્રકારની સમસ્યાને ખૂબ જ ગંભીરતાથી લઈને તાજેતરમાં જ રખડતા ઢોરના ત્રાસને કાબુમાં લેવા માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી. જો કે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના થોરીયાળી ગામે તો નવી જ સમસ્યા સામે આવી છે. અહીં શ્વાને આંતક મચાવ્યો છે.

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના થોરીયાળી ગામેથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યમાં આમ તો રખડતા ઢોરની રંજાડ વધુ છે. પરંતુ હવે તો શ્વાન પણ આતંક મચાવી રહ્યાં છે. પડધરી તાલુકાના થોરીયાળી ગામે શ્વાને 15 લોકોને બચકા ભર્યા છે. થોરીયાળી ગામેથી મળી રહેલા પ્રાથમિક અહેવાલ અનુસાર, ગામના કેટલાક શ્વાન હડકાયા થવા હોવાની વાત લોકમુખે ચર્ચાઈ રહી છે. જેના કારણે શ્વાને 15 લોકોને બચકા ભર્યા હતા.

શ્વાને બચકા ભર્યા હોય તેવા 15 વ્યક્તિમાંથી કેટલાકને સારવારઅર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શ્વાને જે લોકોને બચકા ભર્યા છે, તેમાંથી મોટાભાગના લોકો ખેડૂતવર્ગના છે. થોરીયાળી ગામમાંથી શ્વાનને પકડી પાડીને તેમનો આતંક દૂર કરવા ગ્રામજનોએ માગ કરી છે.

ગુજરાતમાં અવારનવાર રખડતા ઢોરના ત્રાસના સમાચાર સામે આવતા રહે છે. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા, તેની ગંભીરતા સૌ કોઈને જાણવા મળી. સરકારે પણ આ પ્રકારની સમસ્યાને ખૂબ જ ગંભીરતાથી લઈને તાજેતરમાં જ રખડતા ઢોરના ત્રાસને કાબુમાં લેવા માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી. જો કે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના થોરીયાળી ગામે તો નવી જ સમસ્યા સામે આવી છે. અહીં શ્વાને આંતક મચાવ્યો છે. ગામમાં રખડા શ્વાને 15 લોકોને બચકા ભર્યા છે. જેમાંથી કેટલાકને તો સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી હતી.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video