Breaking News: CM સાથેની બેઠક બાદ અમદાવાદના શિવાનંદ આશ્રમમાં સ્વામિનારાયણ સંતોની વધુ એક બેઠક, સમાધાનને લઈ જાહેરાત થાય તેવી શક્યતા, જુઓ Video

Breaking News: CM સાથેની બેઠક બાદ અમદાવાદના શિવાનંદ આશ્રમમાં સ્વામિનારાયણ સંતોની વધુ એક બેઠક, સમાધાનને લઈ જાહેરાત થાય તેવી શક્યતા, જુઓ Video

| Edited By: | Updated on: Sep 04, 2023 | 7:07 PM

ગાંધીનગર બાદ અમદાવાદમાં સંતોના મેરેથોન મંથનનો બીજો તબક્કો શરૂ થયો. અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે વિશ્વ હિંદુ પરિષદ, સનાતન સંપ્રદાયના સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક મળી. આ બેઠકમાં વીએચપીમાંથી અશોક રાવલ અને અશ્વિન પટેલ હાજર રહ્યા. તો સનાતનના ચૈતન્યશંભુ મહારાજ અને પરમાત્માનંદજી ઉપસ્થિત રહ્યા છે, જ્યારે ઝુંડાલ મંદિરના પુરૂષોત્તમચરણ સ્વામી, એસજીવીપીના બાલકૃષ્ણ સ્વામી પણ મંથનમાં જોડાયા.

Salangpur Temple Controversy : સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્ર વિવાદમાં ઝડપથી સુખદ સમાધાન આવે તેવા સંકેત મળ્યા છે. ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે મળેલી બેઠક હકારાત્મક રહી છે. ડૉ. વલ્લભ સ્વામીની આગેવાનીમાં CM સાથેની બેઠક બાદ ગણતરીના કલાકોમાં જ વિવાદનો સુખરૂપ હલ આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.

આ પણ વાંચો Salangpur Controversy: ચિત્રો દૂર નહીં થાય તો 55 લાખ સાધુઓ રસ્તા પર ઉતરશે-મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ

ગાંધીનગર બાદ અમદાવાદમાં સંતોના મેરેથોન મંથનનો બીજો તબક્કો શરૂ થયો. અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે વિશ્વ હિંદુ પરિષદ, સનાતન સંપ્રદાયના સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક મળી. આ બેઠકમાં વીએચપીમાંથી અશોક રાવલ અને અશ્વિન પટેલ હાજર રહ્યા. તો સનાતનના ચૈતન્યશંભુ મહારાજ અને પરમાત્માનંદજી ઉપસ્થિત રહ્યા છે, જ્યારે ઝુંડાલ મંદિરના પુરૂષોત્તમચરણ સ્વામી, એસજીવીપીના બાલકૃષ્ણ સ્વામી પણ મંથનમાં જોડાયા. રાજ્ય સરકાર સાથે બેઠક બાદ તમામ સંતો કેટલાક મુદ્દા પર એકમત થયા છે અને સમાધાનને લઈ ઝડપથી કોઈ મોટી જાહેરાત થાય તેવી શક્યતા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો