સુરત જિલ્લામાં સારો વરસાદ વરસ્યા બાદ ખેડૂતોએ ચોમાસુ પાકની શરૂ કરી વાવણી, જુઓ Video
સુરત બારડોલીના ખેડૂતો માટે કંચન વરસ્યા મેહ જેવો સમય છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છે. ખેડૂતોએ ચોમાસુ પાકના વાવેતરના શ્રીગણેશ કર્યા છે. ખેડૂતો, આગામી સમયમાં સારા વરસાદની આશા રાખી રહ્યા છે.
Surat: જિલ્લામાં સારો વરસાદ વરસ્યા બાદ હવે ખેડૂતોએ ચોમાસુ પાકની વાવણી શરૂ કરી દીધી છે. જિલ્લાના બારડોલીના ગ્રામિણ વિસ્તારોમાં વસતા ખેડૂતો મોટભાગે ખેતી માટે વરસાદ પર આધાર રાખે છે. ત્યારે વાવણીલાયક વરસાદ થવાથી ખેડૂતો ખુશ છે અને વાવણીની શરૂઆત કરી દીધી છે. ખેડૂતોએ ચોમસાની સિઝન દરમિયાન ડાંગર, કપાસ, શાકભાજી સહિત બાગાયતી પાકોના વાવેતરના શ્રીગણેશ કર્યા છે અને સાથે જ આશા રાખી રહ્યા છે કે આ સિઝનમાં સારો વરસાદ થાય અને ઉત્પાદન પણ સારું મળે.
આ પણ વાંચો : ઓસા ગામમાં 2 યુવકો તણાવાનો મામલો, NDRF અને ગ્રામજનો કરી રહ્યા છે શોધખોળ, જુઓ Video
ખેડૂતોનુ કહેવું છે કે આ વર્ષે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તેથી અમે વાવેતર શરૂ કરી દીધું છે. મંડળીમાં અમે અમારો પાક આપીએ છીએ અને આ પાક સારો થાય તેવી આશા છે. ખેડૂતોએ કહ્યું આ વખતે ભાવોનું થોડું ઉતાર ચડાવ છે. પરંતુ હવે આગામી સમયમાં વાતાવરણ સારું રહે તે માટે પ્રાર્થના પણ કરી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો