Dwarka: Cyclone Biporjoy બાદ દ્વારકામાં લોકો બન્યા ઘર વિહોણા, જીવન નિર્વાહ કરવું બન્યું મુશ્કેલ, જુઓ Video

|

Jun 18, 2023 | 6:47 PM

દ્વારકામાં વાવાઝોડાની તારાજીએ ભયાનક વિનાશ વેર્યો છે. ખાસ કરીને રૂપેણ બંદર વિસ્તારની ઝુપડપટ્ટીમાં નુકસાન થયું છે. જેને લઈ ગરીબોની માગ છે કે સરકાર આ બાબતે સહાય કરે. વાવાઝોડાની તબાહીને કારણે ગરીબો પરેશાન થયા છે.

Cyclone Biporjoy :બિપરજોયથી ઠેર ઠેર બેહાલ સ્થાનિકો થયા છે. મહત્વનુ છે કે આ વાવાઝોડાએ કચ્છ સાથે અનેક જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે. દ્વારકામાં પણ આવી જ સ્થિતિ છે. દ્વારકામાં બિપરજોય વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વ્યાપક નુકસાન પહોંચ્યુ છે.

વિનાશક વાવાઝોડાએ તબાહી તો મચાવી દીધી પરંતુ ગરીબ લોકો માટે જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે. વાવાઝોડાની સ્થિતિમાં રૂપેણ બંદર વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને સ્થળાંતર કરાવી સુરક્ષિત સ્થાને ખસેડાયા હતા. પરંતુ હવે તેઓ પરત ફરતા તેમના ઝુપડા અને ઘરવખરી નાશ પામ્યા છે અને તેમના માટે જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે.

આ પણ વાંચો : ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને સુભદ્રાજીના વાઘા તૈયાર, મનમોહક રહેશે ભગવાનનું રૂપ, જુઓ Video

હાલ તો તેઓ સમગ્ર મામલે સરકાર સમક્ષ આ સ્થાનિકો સહાયની માગ કરી રહ્યા છે. વાવાઝોડાને કારણે દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વાવાઝોડા બાદ દ્વારકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ રહ્યો હતો.

જેની વચ્ચે ઘર વગરના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદને લઈ દ્વારકા શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. તારે હવે રૂપેન બંદર પર થયેલી તબાહીમાં ગરીબોને સરકાર મદદે પહોંચે તેવી માગ ઉઠી છે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video