ગુજરાતના સરકારી કર્મચારીને ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી કરાશે

|

Oct 16, 2024 | 3:46 PM

ગુજરાતના  મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, સરકારી કર્મચારીઓના ઓક્ટોબર મહિનાનો પગાર અને પેન્શન આગામી 23થી 25 ઓક્ટોબર દરમિયાન કરી નાખવા નાણાં વિભાગને સૂચના આપેલ છે.

આ વર્ષે દિવાળીના તહેવારો ઓક્ટોબર મહિનાની આખર અને નવેમ્બર મહિનાના પ્રારંભે આવતા હોવાને ધ્યાનમાં લઈને, રાજ્ય સરકારના કર્મચારીઓને મળતા માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની રકમની ચુકવણી એડવાન્સમાં કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે.

ગુજરાતના  મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, સરકારી કર્મચારીઓના ઓક્ટોબર મહિનાનો પગાર અને પેન્શન આગામી 23થી 25 ઓક્ટોબર દરમિયાન કરી નાખવા નાણાં વિભાગને સૂચના આપેલ છે. જે અનુસાર ગુજરાત સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની 23 થી 25 તારીખ દરમિયાન ઓક્ટોબર મહિનાનો પગાર અને પેન્શનનું એડવાન્સ ચુકવણું કરવામાં આવશે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ, દિવાળીના તહેવારોને ધ્યાને લઈને ઓક્ટોબર મહિનાનો પગાર એડવાન્સમાં ચૂકવવા અંગે વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને કર્મચારી અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેનો સકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.

(With Input Kinjal Mishra – Gandhinagar)

Published On - 3:45 pm, Wed, 16 October 24

Next Video