Gujarat video : ગુલ્લી મારતા તલાટીઓ હવે સાવધાન! ગેરહાજર રહેતા તલાટીઓ સામે પંચાયત વિભાગ કરશે કાર્યવાહી

તલાટી કમ મંત્રી હાજર ન રહેતા હોવાની પંચાયત વિભાગને ફરિયાદો મળી હતી. જેના પગલે વિકાસ કમિશનર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2023 | 10:38 AM

Gandhinagar : તલાટી (Talati) કમ મંત્રીઓ ગેરહાજર રહેતા હોવાની રાજ્યભરમાંથી ફરિયાદો મળતાં હવે સરકાર એક્શનમાં આવી છે. ગેરહાજર રહેતા તલાટીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે વિકાસ કમિશનરે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં ગેરહાજર રહેતા તલાટીઓને લઈ કાર્યવાહી માટે આદેશ અપાયા છે.

તલાટી કમ મંત્રી હાજર ન રહેતા હોવાની પંચાયત વિભાગને ફરિયાદો મળી હતી. જેના પગલે વિકાસ કમિશનર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રજા પર જતા પહેલા તાલુકા વિકાસ અધિકારીની મંજૂરી લેવી જરૂરી છે. આ સાથે એક કરતા વધુ ગામો ફાળવેલા હોય, તો ગામો વચ્ચે સરખા દિવસો વહેંચીને હાજર રહેવા સૂચના આપી છે. તેમજ તાલુકા વિકાસ અધિકારી અને વિસ્તરણ અધિકારીને ગામની આકસ્મિક મુલાકાત લેવા સૂચના આપી છે.

આ પણ વાંચો Gandhinagar : ગઢ ગિરનારની સુવિધામાં થશે વધારો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 114 કરોડ રૂપિયાની વિકાસ યોજનાને આપી સૈદ્ધાંતિક મંજૂરી

અધિકારીઓની મુલાકાત દરમિયાન જો કોઈ તલાટી ગેરહાજર હોય તો તેને જાણ કરી રજા કપાત કરવા પણ સૂચના આપી છે. તેની પાસે રજા જમા ન હોય તો પગાર કપાત રજા ગણવા માટેની પણ કડક સૂચના આપવામાં આવી છે. તો બીજી વખત ગેરહાજર રહે તો આવી સ્થિતિમાં કારણદર્શક નોટિસ આપી કડક કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">