Vadodara: ધીરેન્દ્ર શાસ્ત્રી પર વશીકરણ આરોપનો મુદ્દો, બાબાએ આપ્યો ખુલાસો, જુઓ Video
વશીકરણ અંગેના આક્ષેપોને આચાર્ચ ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફગાવ્યાં છે. રાજકોટના વ્યક્તિએ સસ્તી પ્રસિદ્ધિ માટે ખોટા આરોપ લગાવ્યાં હોવાની વાત કરી છે. સનાતન ધર્મને બદનામ કરવાનું ષડયંત્ર હોવાનું આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપ્યું હતું.
Vadodara: ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજકોટના વ્યક્તિએ લગાવેલા વશીકરણના આક્ષેપ પણ ફગાવ્યાં છે અને કહ્યું કે સનાતન ધર્મને બદનામ કરવાનું આ ષડયંત્ર છે. જો વશીકરણ થતું હોત તો આજે હું કરોડપતિ હોત. આ વ્યક્તિ માત્ર મીડિયામાં ચમકવા માટે ખોટા આરોપ લગાવ્યા. ગત રોજ ધીરેન્દ્ર શાસ્ત્રી પર પૈસા ઉઘરાવવાનો આરોપ લગાવાયો હતો.
બાબા બાગેશ્વર સામે પોલીસ કમિશનરને એક શખ્સે અરજી કરી છે. હેમલ વિઠલાણી બાબા બાગેશ્વરે વશીકરણ કરીને 13 હજાર રૂપિયા પડાવ્યાનો આરોપ લગાવ્યો. હેમલ વિઠલાણીએ આ અંગેની અરજી પોલીસ કમિશનરને કરી છે. બાબાએ વશીકરણ કરીને ખિસ્સુ ખાલી કરાવ્યાનો અરજીમાં ઉલ્લેખ છે. જેને લઈ બાબાએ ખુલાસો કર્યો છે. કે આ વાતમાં કોઈ તથ્ય નથી.
આ પણ વાંચો : પોલીસ બનીને તોડ કરતો યુવક ઝડપાયો, SOG પોલીસના નામે ફોન કરી રૂપિયાની કરતો હતો ઉઘરાણી
વડોદરામાં દિવ્ય દરબાર પહેલા બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ મહત્વનું નિવેદન આપ્યું. લવ જેહાદ એ વિદેશી લોકોનું એક આયોજન પૂર્વકનું ષડયંત્ર હોવાનું જણાવ્યુ. હિન્દુ દીકરીઓને ફંડ આપી લવ જેહાદમાં ફસાવાય છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે દેશમાં બની રહેલી લવ જેહાદની ઘટના એ વિદેશી લોકોનું ષડયંત્ર છે. દેશની હિન્દુ દીકરીઓને ફંડ આપી લવ જેહાદનો શિકાર બનાવવામાં આવી રહી છે. હવે દેશની દીકરીઓને રાણી લક્ષ્મીબાઇ બનવાનો સમય આવી ગયો છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો