ગુજરાતમાં પેપર લીક કાંડમાં ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે : જીતુ વાઘાણી
હેડ કલાર્ક પેપર લીક કેસની તપાસ પારદર્શી રીતે કરવામાં આવી રહી છે. તેમજ સરકાર જે પણ ગુનેગાર હોય એની સામે કડક પગલાં લેવા માટે કટિબધ્ધ છે.
ગુજરાતમાં(Gujarat)ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્ક(Head Clerk) પેપર લીક(Paper leak)કેસમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે. તેવા સમયે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ(Jitu Vaghani)જણાવ્યું છે કે હેડ કલાર્ક પેપર લીક કેસની તપાસ પારદર્શી રીતે કરવામાં આવી રહી છે. તેમજ સરકાર જે પણ ગુનેગાર હોય એની સામે કડક પગલાં લેવા માટે કટિબધ્ધ છે. આ ઉપરાંત કાયદો કાયદાની રીતે જ કામ કરશે તેમાં કોઇ કચાશ રાખવામાં આવશે નહિ.
યુવાનોને જે તકલીફ પડી છે એ માટે દુઃખ છે. તેમજ આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલને GADને આદેશ આપ્યા છે કે પરીક્ષા યોગ્ય રીતે થાય.
ઉલ્લેખનીય છે કે,હેડ ક્લાર્કનું લીક થયેલું પેપર છપાયું તે સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસના માલિક મુદ્રેશ પુરોહિતને ઝડપી પાડવામાં આવ્યો છે..સૂર્યા ઓફસેટ પેપર લીક કરવાના મુદ્દે અનેકવાર વિવાદમાં આવી ચૂક્યું છે..તેમ છતાં ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરા અને ભાજપના જ ધારાસભ્ય બાબુ જમના સહિતના અનેક નેતાઓના મુદ્રેશ પર ચાર હાથ હોવાનું જાણવા મળ્યું છે.. જેથી તેને ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોના પેપર છપાવવાનું પણ કામ સોંપાતું હતું.
વર્ષ 2015માં ક્લાસ 1-2નું પેપર પણ મુદ્રેશના પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ લીક થયું હતું.. જેમાં મુદ્રેશને બચાવવા તેના જ પ્રેસના કિશોર આચાર્ય સિવાયનો અન્ય એક કર્મચારી રાજસ્થાન જેલમાં હવા ખાઇ ચૂકયો છે. આમ અનેકવાર મુદ્રેશની કંપનીમાંથી પેપર લીક થાય છે તેમ છતાં રાજકારણીઓને માત્રને માત્ર સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસને કોન્ટ્રાક્ટ આપવા પાછળ શું ઇરાદો છે તેની પોલીસ પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 23 અને 24 ડિસેમ્બરના રોજ ચાર જિલ્લામાં 11 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે