Accident: રાજકોટ જામનગર હાઈવે પર કાર અને બાઈક વચ્ચે થયો અકસ્માત, એકનું ઘટના સ્થળે મોત, જુઓ Video
રાજકોટ જામનગર હાઈવે પર ધ્રોલ પાસે અકસ્માત થયો છે. જામનગર હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 1નું મોત થયુ છે. અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે.
Rajkot : રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટના સામે આવે છે. આવી જ એક અકસ્માતની ઘટના રાજકોટ જામનગર હાઈવે પર ધ્રોલ પાસે અકસ્માત થયો છે. જામનગર હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 1નું મોત થયુ છે. અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે. તો અન્ય વ્યક્તિને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયો છે.
તો બીજી તરફ આ અગાઉ જૂનાગઢના કેશોદમાં સામે આવી હતી. જૂનાગઢના કેશોદમાં પોસ્ટ ઓફિસ નજીક ભયંકર અકસ્માત સર્જોયો હતો. ક્રેઈન રીવર્સ લેવા જતા દરમિયાન મોપેડ સાથે ટક્કર થતા આ અકસ્માત સર્જોયો હતો. આ અકસ્માતમાં મોપેડ ચાલક યુવતીનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. અકસ્માત સર્જાતા ક્રેઇન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો.