Accident News : ગાંધીનગરના કલોલ બોરીસણા બ્રિજ પાસે સર્જાયો અકસ્માત, બંન્ને કારનો નીકળ્યો કચ્ચરઘાણ, જુઓ Video

Accident News : ગાંધીનગરના કલોલ બોરીસણા બ્રિજ પાસે સર્જાયો અકસ્માત, બંન્ને કારનો નીકળ્યો કચ્ચરઘાણ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 01, 2025 | 11:00 AM

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદ-મહેસાણા હાઈવે પર વધતા અકસ્માત ચિંતાનો વિષય બન્યો છે. ગાંધીનગરના કલોક બોરીસણા બ્રિજ પાસે બાઈકચાલકને બચાવવા જતા અકસ્માત સર્જાયો છે.

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદ-મહેસાણા હાઈવે પર વધતા અકસ્માત ચિંતાનો વિષય બન્યો છે. ગાંધીનગરના કલોક બોરીસણા બ્રિજ પાસે બાઈકચાલકને બચાવવા જતા અકસ્માત સર્જાયો છે. કાર ડિવાઈડર કૂદી સામે આવતી અન્ય કાર સાથે અથડાઈ હતી.

અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. તેમજ બંન્ને કારચાલક પણ ઈજાગ્રસ્ત થયા છે. બંન્ને કારની જબરદસ્ત ટક્કરને કારણે ડિવાઈડર વચ્ચેની રેલિંગ પણ તૂટી ગઈ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતના કારણે બંન્ને બાજુ ટ્રાફિકજામ થતા વાહનચાલકો અટવાયા છે. વારંવાર અમદાવાદ-મહેસાણા હાઈવે પર અકસ્માત થતા રોડ સેફ્ટી સામે સવાલ થયા છે.

સમસ્યાનો અંત આવે તેવી સ્થાનિકોની માગ

વારંવાર હાઈવે પર અકસ્માત થતા રોડ સેફ્ટીની ખામીઓ અંગે ફરીથી સવાલો ઉઠી રહ્યાં છે. કારણ કે આ જ હાઈવે પર અવારનવાર ગંભીર અકસ્માતો થતા હોય છે. અમુકવાર ગેરકાયદે દબાણો,અમુકવાર રોડ સેફ્ટીના અભાવ નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. ઘણા કિસ્સાઓમાં અકસ્માતને કારણે મોતને પણ ભેટતા હોય છે. જેથી હવે સમસ્યાઓનું નિવારણ આવે તેવી સ્થાનિકોમાં માગ ઉઠી છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો