Gujarati Video: અમદાવાદ મહાનગરપાલિકાના પશ્ચિમ વિભાગનો લાંચિયો ઈજનેર ઝડપાયો, રૂ. 20 હજારની લાંચ લેતા ACBએ ઝડપ્યો
અમદાવાદ (Ahmedabad ) મહાનગરપાલિકાના પશ્ચિમ વિભાગનો એક ઇજનેર લાંચ લેતા ઝડપાઈ ગયો છે. મહાનગરપાલિકાના પશ્ચિમ વિભાગના વર્ગ 4ના કર્મચારી હેમરાજ દાફડાને રૂપિયા 20 હજારની લાંચ લેતા ACBએ ધરપકડ કરી છે.
તમામ કચેરીઓમાં ભ્રષ્ટાચાર સામાન્ય બની ગયો છે. ત્યારે વધુ એક લાંચિયો કર્મચારી સકંજામાં આવ્યો છે. અમદાવાદમાંથી વધુ એક લાંચિયો કર્મચારી ઝડપાયો છે. અમદાવાદ મહાનગરપાલિકાના પશ્ચિમ વિભાગનો એક ઈજનેર લાંચ લેતા ઝડપાઈ ગયો છે. મહાનગરપાલિકાના પશ્ચિમ વિભાગના વર્ગ 4ના કર્મચારી હેમરાજ દાફડાને રૂપિયા 20 હજારની લાંચ લેતા ACBએ ધરપકડ કરી છે. ગેરકાયદે રીતે પાણીની પાઈપ લાઈન નાખવા માટે લાંચ માગતા ACBએ કાર્યવાહી કરી હતી.
બે દિવસ પહેલા પંચમહાલ જિલ્લામાં સરદાર સરોવર નિગમના વન સંરક્ષક વતી લાંચ લેતા બે વચેટિયા ઝડપાયા હતા. વન સંરક્ષક વી.એસ.તોડકર વતી લાંચ લેતા બે ઝડપાયા હતા. નર્મદાની નહેરની આસપાસ વૃક્ષારોપણ માટેના બિલ પાસ કરવા માટે આ બંનેએ કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા 6 લાખની માગી હતી લાંચ માગી હતી. કાલોલ પાસેથી પસાર થતી મુખ્ય નહેરની સાર સંભાળના બિલો માટે લાચ માગવામાં આવી હતી. ગોધરા ACBએ વચેટિયા અનિલ રૈયાની અને રાકેશ ચૌહાણને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…