Mahesana : કડીમાં લાંચિયા અધિકારીઓ પર તવાઈ, નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો, જુઓ Video

Mahesana : કડીમાં લાંચિયા અધિકારીઓ પર તવાઈ, નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો, જુઓ Video

| Edited By: | Updated on: Apr 17, 2025 | 11:21 AM

ગુજરાતમાં કેટલીક વાર નાયબ મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા છે. કડીમાં મહેસૂલ વિભાગની કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર અને કરાર આધારિત નોકરી કરતો કોમ્પ્યુટર ઓપરેટર ACBનાં છટકામાં સપડાઇ ગયા.

ગુજરાતમાં ફરી એક વાર લાંચિયાઓ પકડાયા છે. નાયબ મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટરને લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા છે. કડીમાં મહેસૂલ વિભાગની કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર અને કરાર આધારિત નોકરી કરતો કોમ્પ્યુટર ઓપરેટર ACBનાં છટકામાં સપડાઇ ગયા.

આરોપીએ જમીનની નોંધો પડાવવા, નોંધની નકલો મેળવવા, નવી -જુની શરતોમાં ફેરફાર કરવા લેતા હતા. 20હજાર રુપિયાની લાંચ માગી હતી. આરોપ છે કે ઝડપાયેલા લાંચિયા કર્મીઓ અરજદારો પાસેથી રુપિયા 5 હજારથી 25 હજાર સુધીની લાંચ માગતા હતા. હાલ તો ACB એ લાંચિયા નાયબ મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટરને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રેવન્યુ તલાટી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો

બીજી તરફ આ અગાઉ સાબરકાંઠામાંથી પણ લાંચિયો અધિકારી ઝડપાયો હતો. રેવન્યુ તલાટી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. 1500 રુપિયાની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. રેવન્યુ તલાટીની સાથે ઓપરેટરને પણ ACBએ ઝડપ્યો હતો. વિજયનગર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું હતુ. ઈ-સ્ટેમ્પિંગની કામગીરી કરી આપવા માટે લાંચ માગી હતી. હિંમતનગર ACBએ છટકું ગોઠવી બંન્ને આરોપીને ઝડપયા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો