દિલ્હીથી અપહૃત થયેલો કિશોર અમદાવાદમાં મળી આવ્યો, 4 શખ્સોએ અપહરણ કર્યાનો દાવો

દિલ્હીથી અપહૃત થયેલો કિશોર અમદાવાદમાં મળી આવ્યો, 4 શખ્સોએ અપહરણ કર્યાનો દાવો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 8:33 AM

શુક્રવારે વસ્ત્રાપુર પોલીસની શી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે આ યુવક વસ્ત્રાપુરમાંથી મળી આવ્યો હતો. આ અંગે વસ્ત્રાપુર પોલીસે દિલ્હી પોલીસને જાણ કરી છે.

AHMEDABAD : અમદાવાદમાં દિલ્હીથી અપહૃત કિશોર મળી આવ્યો છે. 17 વર્ષના કિશોરનો દાવો છે કે, તેનું ગુરૂવારે સ્કૂલે જવા નીકળ્યા બાદ ચાર લોકોએ અપહરણ કર્યું હતું. સાલ હોસ્પિટલ પાસે કિશોર મળી આવતા વસ્ત્રાપુર પોલીસે તેનો કબજો મેળવ્યો હતો અને દિલ્હી પોલીસની મદદથી તેના માતા-પિતાનો સંપર્ક કર્યો હતો. દિલ્હી પોલીસની મદદથી કિશોરને તેના માતા-પિતાને સોંપવામાં આવશે.

કિશોરે પોલીસને જણાવ્યું હતું કે, 4 જેટલા શખ્સો તેનું અપહરણ કરીને અમદાવાદ લાવ્યા હતા અને એક જગ્યાએ ગોંધી રાખ્યો હતો. જોકે અપહરણકારોની નજર ચૂકવીને કિશોર ભાગી છૂટ્યો હતો અને વસ્ત્રાપુર વિસ્તારમાં પહોંચી ગયો હતો. તો દિલ્હીમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ કિશાર ઘરે ન પહોંચતા તેના માતા પિતાએ પણ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ગત ગુરુવારે ધોરણ-12માં અભ્યાસ કરતો આ કિશોર દિલ્હીમાં પોતાની શાળાએ પરીક્ષા આપવા જઈ રહ્યો હતો. પરીક્ષા બાદ ઘરે પરત ન ફરતા તેના માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શુક્રવારે વસ્ત્રાપુર પોલીસની શી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે આ યુવક વસ્ત્રાપુરમાંથી મળી આવ્યો હતો. આ અંગે વસ્ત્રાપુર પોલીસે દિલ્હી પોલીસને જાણ કરી છે.

આ પણ વાંચો :CDS બિપીન રાવતના નિધન પર આપત્તિજનક ટીપ્પણી કરનાર વધુ એક શખ્સની ધરપકડ

આ પણ વાંચો : સાબરમતી નદીમાં પ્રદુષણ અંગે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને હાઇકોર્ટનો મહત્વનો આદેશ

g clip-path="url(#clip0_868_265)">