સાબરમતી નદીમાં પ્રદુષણ અંગે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને હાઇકોર્ટનો મહત્વનો આદેશ

હાઈકોર્ટે કહ્યું કે માપદંડો વિના ટ્રેડ એફ્લુએન્ટ ડિસ્ચાર્જ કરતા એકમોને GPCB બંધ કરાવે. સાથે જ જે એકમોને નોટિસ ફટકારવામાં આવી છે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવા હાઈકોર્ટે આદેશ કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 8:28 AM

AHMEDABAD : સાબરમતી નદીમાં વધી રહેલા પ્રદુષણ અંગે ટ્રીટમેન્ટ પ્લાન્ટની ગુણવત્તા મુદ્દે GPCBએ હાઈકોર્ટમાં રજૂઆત કરી છે.આ અંગે પ્રદુષણ નિયંત્રણ બોર્ડને હાઇકોર્ટે મહત્વનો આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે માપદંડો વિના ટ્રેડ એફ્લુએન્ટ ડિસ્ચાર્જ કરતા એકમોને GPCB બંધ કરાવે. સાથે જ જે એકમોને નોટિસ ફટકારવામાં આવી છે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવા હાઈકોર્ટે આદેશ કર્યા છે.તો આ તરફ સાબરમતી પ્રદુષણ મુદ્દે એડવોકેટ જનરલે હાઈકોર્ટને ખાતરી આપતા કહ્યું કે 14 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સમારકામ માટે રાજ્ય સરકાર AMCને મદદ કરશે. તો AMCએ પણ કડક વલણ દાખવતા કહ્યું છે કે જે એકમો સુએજમાં ટ્રેડ એફલૂએન્ટ ઠાલવતા હશે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદમાં સુએઝ પાઈપ લાઈનમાં પ્રદૂષિતપાણી છોડતા ઔધોગિક એકમો સામે ગુજરાત હાઇકોર્ટમાં કડકાઇભર્યું વલણ યથાવત્ છે.સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે હાઇકોર્ટે અમદાવાદ કોર્પોરેશનને પ્રદૂષણ ફેલાવતા એકમો સામે પગલા લેવાનું શરૂ રાખવા જણાવ્યું છે.આ અગાઉ ચેમ્બર ઓફ કોમર્સ અને બાદમાં અરવિંદ લિમિટેડ મારફતે કોર્ટ સમક્ષ કોર્પોરેશનની કનેક્શન આપવાની કામગીરી સામે રજૂઆત કરી હતી.

જો કે કોર્ટે કોર્પોરેશનની કામગીરીને યોગ્ય ગણાવી દૂષિત પાણી છોડતા એકમો સામે પોતાની કામગીરી ચાલુ રાખવા માટે કહ્યું હતું.આ અંગે અગાઉ સુનાવણી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલ તરફથી અરવિંદ લિમિટેડે ફેક્ટરીના પાણીના સેમ્પલ મૂકવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે નોંધ્યું કે આ સેમ્પલમાં મર્ક્યુરી, ક્લોરાઇડ વગેરે જેવા જોખમકારક તત્વો રહેલા છે.કોર્ટે એ પણ ટકોર કરી કે હાલની પ્રદુષણ થકી નર્કાગારની સ્થિતિ ઉભી થઇ છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">