AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CDS બિપીન રાવતના નિધન પર આપત્તિજનક ટીપ્પણી કરનાર વધુ એક શખ્સની ધરપકડ

CDS બિપીન રાવતના નિધન પર આપત્તિજનક ટીપ્પણી કરનાર વધુ એક શખ્સની ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 8:08 AM
Share

CDS બિપીન રાવતના નિધન પર આપત્તિજનક ટીપ્પણી કરવા મુદ્દે અમદાવાદ સાઈબર ક્રાઈમે અમરેલીથી એક શખ્સની ધરપકડ કરી હતી.

BHARUCH : CDS બિપીન રાવતના નિધન મુદ્દે આપત્તિજનક ટિપ્પણી કરવા મામલે વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ભરૂચમાંથી એક યુવકની ધરપકડ કરવામાં આવી.ભરૂચ SOGએ ફિરોઝ દીવાનની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. CDS બિપીન રાવત અને અન્ય જવાનોના નિધન મુદ્દે ફિરોઝ દીવાને અભદ્ર ટિપ્પણી કરી હતી. ભરૂચમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વરિષ્ઠ અધિકારીઓ ત્વરિત કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જેના આધારે પોલીસે ત્વરિત કડક પગલા લીધા.

ઉલ્લેખનીય છે કે CDS બિપીન રાવતના નિધન પર આપત્તિજનક ટીપ્પણી કરવા મુદ્દે ગઈકાલે 10 ડિસેમ્બરે અમદાવાદ સાઈબર ક્રાઈમે અમરેલીથી એક શખ્સની ધરપકડ કરી હતી. શિવા આહીર નામના શખ્સની અમરેલીથી ધરપકડ કરવામાં આવી હતી.શિવા આહિરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વાંધાજનક લખાણ લખ્યું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે શિવા આહીર નામનો શખ્સ ઉપ સરપંચ તરીકે ફરજ બજાવી ચુક્યો છે.પોતાના નામની ઓળખ ઉભી કરવા માટે સોશિયલ મીડિયામાં અવારનવાર આવી વિવાદાસ્પદ પોસ્ટ મુકતો હોવાનો પણ ખુલાસો થયો.હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની પૂછપરછ હાથ ધરી છે.

અમદાવાદ સાયબર ક્રાઈમ સેલે સ્પષ્ટતા કરી છે કે આરોપીની અગાઉની પોસ્ટ માટે પણ ધરપકડ કરવામાં આવી છે. તેમાં અપમાનજનક ટીપ્પણીઓ પણ કરવામાં આવી હતી, એ કેસ હજી તાજો છે ત્યાં એ જ આરોપીએ ફરીવાર સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ મૂકી છે.સાયબર ક્રાઈમ સેલના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ ગુજરાતના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામના રહેવાસી શિવાભાઈ આહીર (44) તરીકે થઈ છે.

આ પણ વાંચો : Surat : ડાયમંડ ઉદ્યોગમાં ધમધમાટ છતાં વતનથી કારીગરો પરત ન ફરતા 20 ટકાની ઘટ

આ પણ વાંચો : સાબરમતી નદીમાં પ્રદુષણ અંગે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને હાઇકોર્ટેનો મહત્વનો આદેશ

 

g clip-path="url(#clip0_868_265)">