Kutch : ફરી એક વાર બિનવારસી હાલતમાં ઝડપાયા ડ્રગ્સના 7 પેકેટ, સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું, જુઓ Video

Kutch : ફરી એક વાર બિનવારસી હાલતમાં ઝડપાયા ડ્રગ્સના 7 પેકેટ, સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું, જુઓ Video

| Edited By: | Updated on: Jun 05, 2025 | 2:49 PM

ગુજરાતમાંથી સતત નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે કચ્છમાંથી ફરી એક વાર બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ ઝડપાયા છે. BSFને પેટ્રોલિંગ દરમિયાન 7 પેકેટ મળ્યા હતા. મળતી માહિતી અનુસાર સુગરબેટમાંથી BSFના જવાનોને ડ્રગ્સના પેકેટ ઝડપાયા હતા.

ગુજરાતમાંથી સતત નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે કચ્છમાંથી ફરી એક વાર બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ ઝડપાયા છે. BSFને પેટ્રોલિંગ દરમિયાન 7 પેકેટ મળ્યા હતા. મળતી માહિતી અનુસાર સુગરબેટમાંથી BSFના જવાનોને ડ્રગ્સના પેકેટ ઝડપાયા હતા. જોકે કચ્છમાંથી સતત બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ ઝડપાતા જવાનોએ સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે.

એરપોર્ટ પરથી ઝડપાયો હતો 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો

બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પરથી 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો હતો.DRIએ 37 કિલો જેટલો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો હતો. બેંગકોકથી આવેલા 4 ભારતીય પ્રવાસીઓ પાસેથી ગાંજો ઝડપાયો હતો. ખાણીપીણીનાં પેકિંગમાં હાઈબ્રીડ ગાંજાની હેરફેર કરતા હોવાનું સામે આવ્યું હતું.આ અગાઉ 20 એપ્રિલ પણ અમદાવાદ એરપોર્ટ ઉપર 17 કિલોહાઇડ્રોપોનિક ડ્રગ્સ એટલે કે હાઇબ્રીડ ગાંજો ઝડપાયો હતો. છેલ્લા 10 દિવસમાં બીજીવાર અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો